આ માણસ પાસે છે 5.3 લાખ કરોડ રૂ.! ટ્વિટર પર પૂછ્યું કઈ રીતે કરું દાન? - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ માણસ પાસે છે 5.3 લાખ કરોડ રૂ.! ટ્વિટર પર પૂછ્યું કઈ રીતે કરું દાન?

આ માણસ પાસે છે 5.3 લાખ કરોડ રૂ.! ટ્વિટર પર પૂછ્યું કઈ રીતે કરું દાન?

 | 8:36 pm IST

ઓનલાઇન વેચાણ કરતી કંપની એમેઝોનના સ્થાપક અને વિશ્વના બીજા સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસે પોતાની સંપત્તિનું દાન કઈ રીતે કરવું એ જાણવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની મદદ લીધી છે.

82.8 બિલિયન ડોલર (5.3 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા જેફ બેઝોસે ટ્વિટ ક્યું, હું હાલમાં લોકોની મદદ કરવા પર ધ્યાન આપું છું જેને મદદ માટે તાત્કાલિક જરૂર હોય. જો તમારી પાસે કોઈ વિચાર હોય તો આ ટ્વિટને રિપ્લાઈ કરી તમારો વિચાર જણાવો અને જો આ રીત અયોગ્ય લાગતી હોય તો પણ ચોખ્ખા શબ્દોમાં જણાવવા વિનંતી.

સોશિયલ મીડિયાએ પણ અબજોપતિ જેફને અનેક વિચાર આપ્યા. 24 કલાકની અંદર તેમને 15,000થી વધારે જવાબ મળ્યા. એમેઝોનના માલિકે સ્પેસ ટેક્નોલોજી જેવા સેક્ટર્સમાં મોટું રોકાણ કર્યું છે. જેફે આ પહેલા કહ્યું હતું કે, તે એમેઝોનના 1 બિલિયન ડોલરના સ્ટોક દર વર્ષ વેચશે જેથી તે પોતાની કંપની બ્લૂ ઓરિજને ફંડ કરી શકે. બ્લૂ ઓરિજન સ્પેસ ટ્રાવેલ સસ્તી કરવા માટે કામ કરી રહી છે.