JeM Releases Video ahead of US President Donald Trump visit Threatens Revenge
  • Home
  • Featured
  • ડૉનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવે તે પહેલા જ સામે આવ્યો વીડિયો, આપવામાં આવી ધમકી

ડૉનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવે તે પહેલા જ સામે આવ્યો વીડિયો, આપવામાં આવી ધમકી

 | 12:30 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ પધારશે. ટ્રમ્પના શાનદાર સ્વાગત માટે અમદાવાદમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે જ પાકિસ્તાનને અસલી રંગ બતાવ્યો છે.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં બદલો લેવાની વાત કહેવામાં આવી છે. આ વીડિયોમાં પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફની આયાતનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, જો કોઈએ કત્લ કર્યું છે તો તેને માફ નહીં કરવામાં આવે.

વીડિયોને જોતાં અને સાંભળતાં એવું લાગી રહ્યું છે કે, તેમાં બદલો લેવાની વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, એ લોકો બદલો જે હોય છે ન્યાયની સાથે તેમની પણ જિંદગી છે જેથી તમે ડરી શકો અને કોઈ અપરાધ ન કરો. આ ધમકી ભારત સરકારને આપવામાં આવી રહી છે. ધમકીભર્યા સ્વરમાં કહેવામાં આવ્યું છે કે, જે રીતે તમે મુસલમાનોને પરેશાન કર્યા અને તેમની રહેણાંક સળગાવ્યા છે, તે બધાનો બદલો લેવામાં આવશે.

વીડિયોમાં કેટલીક વાતો કુરાન-એ-શરીફના હવાલાથી લખવામાં આવી છે,  બીજી તરફ એક વ્યક્તિ કરી રહ્યો છે કે, ‘અબ મગર કાતિલો ઇંતિહા હો ગઈ… અમન કી લોરિયાં સુન ચુકે હમ બહુત… વો કહાની ગઈ વો ફસાના ગયા… હર બહાના હાથ પર હાથ રખ કર યૂં હી બેસબબ… આસમાં દેશને કા જમાના ગયા.

આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને આ વીડિયોની સાથે એવી લીડ મળી છે કે, આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી નેતાઓની બેઠક મળી હતી અને આઈએસઆઈ અને પાક સેનાના અધિકારીઓ પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા.

પાકિસ્તાની આંતકવાદીઓને બદલે હિજબુલ મુજાહિદીનમાં સામેલ કાશ્મીરના આતંકવાદીઓને જવાબદારી સોંપવામાં આવે. લશ્કર અને જૈશના આતંકવાદી ઘટનાની તમામ જવાબદારી હિજબુલને લેવાનું ફરમાન જાહેર કરી ચૂક્યા છે. આ પાકિસ્તાનનો પ્રયાસ છે કે ટ્રમ્પના પ્રવાસ દરમિયાન દર્શાવવામાં આવે કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીર નારાજ છે અને તેઓ આતંકવાદી હુમલાને અંજામ આપી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : ચૂંટણી પરિણામો પર ભાજપ દિલ્હી પ્રમુખ મનોજ તિવારીનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન