jenifer just by instagram debutb and reaks guinness book of world record
  • Home
  • Photo Gallery
  • Instagram પર આવતા વેંત જ અભિનેત્રીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 5 કલાકમાં 1M ફોલોવર્સ

Instagram પર આવતા વેંત જ અભિનેત્રીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 5 કલાકમાં 1M ફોલોવર્સ

 | 6:02 pm IST

હોલિવૂડ ટીવી સિરીઝ ફ્રેન્ડ્સની સફળતા સાથે રાતો રાત ચર્ચામાં આવેલી અભિનેત્રી જેનિફર એનિસ્ટનનું ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ ઘણું ચર્ચામાં રહ્યું. ઘણા સમયથી સોશિયલ મીડિયાથી દુર રહીને જેનિફરે હવે જ્યારે પહેલી પોસ્ટ કરી તો ખુબ વાયરલ થઈ. તે પોતાના પહેલા ઈન્સ્ટાગ્રા પોસ્ટ સાથે જ ગિનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરવામાં સફળ રહી.

તેની પહેલી પોસ્ટમાં બીજા સિતારાઓ પણ જોવા મળે છે. જેનિફરે આ પોસ્ટ સાથે લગભગ 5 કલાક અને 16 મિનિટમાં જ 1 મિલિયન ફોલોવર બનાવી લીધા અને ગિનીસ બુકમાં વિશ્વ રેકોર્ડ પોતાના નામે દાખલ કરી દીધો. આ પહેલા આ રેકોર્ડ સસેક્સના પ્રિન્સ હૈરી અને એની પત્ની મેગન માર્કેલ નામના શખ્સનો હતો કે જેણે 5 કલાક 45 મિનિટમાં 1 મિલિયન ફોલોવર બનાવ્યા હતા.

સૌથી ઓછા સમયમાં 1 મિલિયન ફોલોવર બનાવનારી જેનિફરનું એકાઉન્ટ થોડો સમય માટે તો ક્રેશ પણ થઈ ગયું હતું. કારણ કે તેના પેજ પર ખુબ ટ્રાફિક આવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન