Jennifer Lopez, 52, wants to get married for the fourth time
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચોથી વખત લગ્ન કરવા માંગે છે 52 વર્ષીય જેનિફર લોપેઝ 

ચોથી વખત લગ્ન કરવા માંગે છે 52 વર્ષીય જેનિફર લોપેઝ 

 | 7:51 am IST
  • Share

  • એકટ્રેસ જેનિફર લોપેઝ તેના અંગત જીવનને લઇને ચર્ચામાં
  • જેનિફર લોપેઝ બેટમેનને કરી રહી છે ડેટ 
  • 52 વર્ષની જેનિફર લોપેઝ ત્રણ વખત કરી ચૂકી છે લગ્ન

જેનિફર લોપેઝ તેની આવનારી ફિલ્મ મેરી મીનું પ્રમોશન કરી રહી છે એવામાં તે એક શોમાં પહોંચી, જ્યાં તેના લગ્નને લઇને સવાલ કરવામાં આવ્યો. 52 વર્ષની જેનિફર લોપેઝ ત્રણ વખત લગ્ન કરી ચૂકી છે. એવામાં તેણે ચોથા લગ્ન કરવા અંગે વાત કરતા કહ્યું કે તે હેપ્પીલી એવર આફ્ટરમાં વિશ્વાસ રાખે છે. હોલિવૂડ સિંગર અને એકટ્રેસ જેનિફર લોપેઝ તેના અંગત જીવનને લઇને ચર્ચામાં રહે છે.

જેનિફર છેલ્લા કેટલાય સમયથી બેટમેન એક્ટર બેન એફ્લેકને ડેટ કરી રહી છે. બન્નેની રિલેશનશિપ ખૂબ મજબૂત છે. હંમેશાં બન્ને પબ્લિકમાં રોમાન્સ અને કિસ કરતા જોવા મળે છે. હવે જેનિફરે લગ્નને લઇને વાત કરી છે. જેનિફર લોપેઝે તેના લગ્નના આઇડિયાને શેર કરતા કહ્યું કે, મને લાગે છે કે હું એવું કરીશ. તમે મને જાણો છો. હું એક રોમેન્ટિક વ્યક્તિ છું. મેં પહેલાં પણ કેટલીય વખત લગ્ન કર્યા છે અને હજુ પણ સંપૂર્ણ રીતે હેપ્પીલી એવર આફ્ટરમાં વિશ્વાસ રાખું છું. જેનિફરની આ વાત પરથી અનુમાન લગાવી શકાય કે તે અને બેન હવે જલદી લગ્ન કરશે.

બેન એફ્લેક જેનિફર લોપેઝને વર્ષ 2002થી ડેટ કરી રહ્યો છે. પરંતુ આ સંબંધ ચાલી ન શક્યો અને બને વર્ષ બાદ તેઓ અલગ થઇ ગયા. આ વર્ષે એક વખત ફરીથી તેમનો રોમાન્સ શરૂ થઇ ગયો છે. આ બન્ને અત્યારે ચારેબાજુ પ્રેમનો જાદુ ફેલાવામાં બિઝી છે. ફેન્સ જેન અને બેનની જોડી માટે ખૂબ જ ખુશ છે અને તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો