jennifer winget turns 35 birthday special facts about her life
  • Home
  • Featured
  • HBD: જેનિફરને છૂટાછેડા આપીને કરણ બિપાશાને પરણી ગયો, પણ અભિનેત્રી હજુ સિંગલ જ છે

HBD: જેનિફરને છૂટાછેડા આપીને કરણ બિપાશાને પરણી ગયો, પણ અભિનેત્રી હજુ સિંગલ જ છે

 | 6:59 pm IST

જેનિફર વિન્જેટ આજે 35 વર્ષની થઈ ગઈ છે. જેનિફર વિન્જેટની સુંદરતા કોઈ પણ બોલિવૂડ અભિનેત્રીને પછાડે એવી છે. સોશિયલ મીડિયા દ્વારા તે ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને તેના ફોટો પોસ્ટ કરે છે. જેનિફર 2003માં આવેલી ફિલ્મ ‘કુચ ના કહો’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. જેનિફર તે સમયે 17 વર્ષની હતી.

જેનિફરને ’50 સૌથી વધુ સેક્સી એશિયન મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવી છે. ‘દિલ મિલ ગયે’, ‘સરસ્વતીચંદ્ર’, ‘બેહદ અને ‘બેપનાહ’ જેવા ટીવી શો દ્વારા જેનિફર ઘરે ઘરે ફેમસ બની હતી. જેનિફર ‘રાજા કી આયેગી બારાત’ અને ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. જેનિફરે 12 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે પહેલા સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ અકેલે હમ અકેલે તુમમાં જોવા મળી હતી. જેનિફરે વર્ષ 2000 માં ‘શાકા લકા બૂમ બૂમ’થી બાળ કલાકાર તરીકે નાના પડદા પર પગ મૂક્યો હતો.

જેનિફરે પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા હતા. તે અભિનેત્રી નહીં પણ એર હોસ્ટેસ બનવા માંગતી હતી. ‘બેપાનાહ’ શો પછી જેનિફરને ઘણી લોકપ્રિયતા મળી. આ શોમાં તે માયાના રોલમાં જોવા મળી હતી. જેનિફરની અંગત જિંદગી પણ ચર્ચામાં રહી છે. જેનિફરે 9 એપ્રિલ, 2012ના રોજ ટીવી એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. જેનિફર અને કરણ સિંહ ગ્રોવરના 2014માં છૂટાછેડા થયા. કરણે આ છૂટાછેડા બાદ બિપાશા સાથે લગ્ન કર્યા પરંતુ જેનિફર હજી સિંગલ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન