જેરુસલેમ : ઇઝરાયલનાં પાટનગર તરીકે માન્યતા - Sandesh
NIFTY 10,986.00 -32.90  |  SENSEX 36,502.84 +-38.79  |  USD 68.6600 +0.14
1.6M
1M
1.7M
APPS

જેરુસલેમ : ઇઝરાયલનાં પાટનગર તરીકે માન્યતા

 | 3:23 am IST

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ચંદ્રકાન્ત મારવાડી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી પ્રજાને આપેલા ચૂંટણીવચનને પૂરું કરતાં જેરુસલેમને ઇઝરાયલનાં પાટનગરનો દરજ્જો બક્ષી દીધો છે. બે હજાર વર્ષે ૧૯૪૮માં પુનઃ અસ્તિત્વમાં આવેલા ઇઝરાયલનાં ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું છે, પરંતુ તે સાથે જ ચોમેરથી ભ્રમરો તણાઈ છે. સ્વાભાવિક છે કે પેલેસ્ટાઇન સૌથી વધુ ખફા હોય. પેલેસ્ટાઇનના હમાસ જૂથે તો કહી દીધું કે અમેરિકાનો નિર્ણય યુદ્ધનાં જાહેરનામા બરોબર છે. આરબજગત, બ્રિટન, ચીન, ફ્રાન્સ, રશિયા કે પછી જર્મની એમ બધાને એક જ ચિંતા છે કે કાળચક્ર પર હાથ મૂકનારા આ નિર્ણયને પગલે ટ્રમ્પે અંગારા ઓકતા ચરુનું ઢાંકણું ખોલી નાખ્યું છે. જોકે ટ્રમ્પે એવું કહેવાનું સૌજન્ય પણ દાખવ્યું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન એમ બંને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે સહમત હોય તો અમેરિકા ટુ સ્ટેટ નીતિને સમર્થન આપવા પણ તૈયાર છે. પોપ ફ્રાન્સિસે જેરુસલેમની યથાવત સ્થિતિ રાખવા કરેલી અપીલને પણ કાને ના ધરીને ટ્રમ્પે અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી જેરુસલેમ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવા લીલી ઝંડી આપી દીધી છે.

નિર્ણય લેવાતાં જ જેરુસલેમ નામનો ચરુ અંગારા ઓકવા માંડયો. ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કમાં ઇઝરાયલી સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર પેલેસ્ટાઇનવાસી માર્યા ગયાં અને સંખ્યાબંધ ઘાયલ થયાં. બંને પ્રદેશોમાં અમેરિકી અને ઇઝરાયલના ધ્વજ બાળીને વિરોધી દેખાવો શરૂ થઈ ગયા હતા.

ટ્રમ્પના આ પગલાંને વિશ્વ જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવી રહ્યું છે. કેટલાક વિચારકોનું માનવું છે કે જેરુસલેમ વિશ્વમાં ઉકળતા ચરુ જેવું સ્થાન ધરાવે છે અને તેના દરજ્જામાં થયેલો ફેરફાર વૈશ્વિક આઘાત પ્રત્યાઘાતોની હારમાળા સર્જશે. તાકીદની મળેલી સુરક્ષા સમિતિની બેઠકમાં પણ અમેરિકા એકલોઅટૂલો પડી ગયો હતો તે હકીકત છે.

બીજી તરફ સાઉદી અરબે રાજદ્વારી રાહે અમેરિકાનાં આ પગલાંનો વિરોધ ન કર્યો તે ઘટનાને વિશ્વ કળી શકતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખ બન્યા પછી સાઉદી અરબ સાથેની અમેરિકી કેમિસ્ટ્રી જાણે કે જામી ચૂકી છે. સાઉદી અરબ જ હવે પેલેસ્ટાઇનને સમજાવે તો નવાઈ નહીં.

ઘટનાક્રમને જરા બીજા દ્રષ્ટિકોણથી મૂલવવા પ્રયાસ કરીએ તો જેરુસલેમને ઇઝરાયલનાં પાટનગરનો દરજ્જો આપીને ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને જાણે કે ઇતિહાસના ફ્લેશબેકમાં ધકેલી દીધું છે. કિંગ ડેવિડ અને ટ્વેલ્વ લોસ્ટ ઔટ્રાઇબ્સ ઓફ ઇઝરાયલ સંબંધી ફ્લેશબેક. નજીકના ભૂતકાળની વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં ઝિઓનિસ્ટ ચળવળકારોને સમર્થન આપતાં ૧૯૧૭માં જ બ્રિટિશ તાજે બેલફોર ડેક્લેરેશન જારી કરીને જ્યુ હોમલેન્ડ સાકાર થાય તે પહેલાં જ તેને માન્યતા આપી હતી. ૧૯૧૭ના આ ડેક્લેરેશન પછી વિશ્વઇતિહાસમાં જે ઘટના ઘટી તે આ જાહેરનામા સામેની પ્રતિક્રિયા માત્ર હતી. જાહેરનામું બહાર પડતાં જ ઇઝરાયલ સામેની વિશ્વભરની તાકાતો હિટલરને કેન્દ્રમાં રાખીને સપાટી પર આવી ગઈ. બીજા વિશ્વયુદ્ધનાં રૂપમાં જેકબનો સહોદર ભાઈ ઇસાઉ જાણે કે વિશ્વ સમક્ષ ખુલ્લો પડી ગયો. જાહેરનામા સાથે જ જેકબપુત્રોની કત્લેઆમ થવા લાગી, ઇસાઉપુત્રો તેમને હણવા લાગ્યા. તો ડેવિડ તત્ત્વ જેકબપુત્રોને બચાવતું રહ્યું. ઇંગ્લેન્ડે ઇસાઉપુત્રો સામે લડીને બીજું વિશ્વયુદ્ધ જ નહીં પણ ઇઝરાયલ, પેલેસ્ટાઇન અને ગાઝાપટ્ટી સહિતનો વિસ્તાર જીતીને ઝિઓનિસ્ટ ચળવળકારોને ૧૯૪૮માં ઇઝરાયલની સોંપણી પણ કરી દીધી. હવે જેરુસલેમને ઇઝરાયલનું સત્તાવાર પાટનગર જાહેર કરીને ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ફરી ફ્લેશબેકમાં ધકેલી દીધું છે. આૃર્યની વાત એ છે કે ‘તારા હિલ’ ઇંગ્લેન્ડમાં અને તારંગા હિલ અણહિલવાડમાં સમાન રીતે ઊભા છે, પરંતુ વિશ્વભરમાં માઉન્ટ ZION (ઇઝરાયલ), માઉન્ટ GERIZIM(વેસ્ટ બેન્ક) SAMARIA(ઇઝરાયલ) માત્ર જ્યુ હોમલેન્ડ પર જ છે. યહૂદીઓની તે મૂળભૂમિ વિશ્વને ફરી ફ્લેશબેકના ઇતિહાસની યાદ તાજી કરાવી રહી છે. પૂરી વાતને સમજવા સૌપ્રથમ કાળચક્રને સમજવું પડશે. મેરૂનાં નામે ધર્મસંસદો યોજનારાઓએ ફ્લેશબેકમાં જવું રહ્યું? ભારતીય શિલ્પશૈલીમાં જડાયેલાં કાળચક્રનું ચિત્ર આપવા અહીં પ્રયાસ થયો છે. જેરુસલેમને ઇઝરાયલનાં પાટનગરનો દરજ્જો મળ્યો છે. નિર્ણય સમય કરતાં વહેલો લેવાયો, વિલંબથી લેવાયો કે સમયસર લેવાયો તે કાળચક્ર જ નક્કી કરશે.

[email protected]