Jet Airways pilots postponed decision not to fly airplanes
  • Home
  • Business
  • જેટ એરવેઝના પાયલટોએ વિમાન નહીં ઉડાવવાના નિર્ણયને મોકૂફ રાખ્યો

જેટ એરવેઝના પાયલટોએ વિમાન નહીં ઉડાવવાના નિર્ણયને મોકૂફ રાખ્યો

 | 10:29 am IST

ગંભીર કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝ માટે રાહતના સમાચાર આવી ગયા છે. કંપનીના પાયલોટના સંગઠન નેશનલ એવિએટર્સ ગીલ્ડ (એનએજી) એ આજથી એરક્રાફ્ટ ઉડાન નહી લેવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે. એનએજીના સભ્યોએ એક ઓપન મીટિંગ દરમિયાન આ નિર્ણય લીધો છે.

સોમવારનો દિવસ જેટ એરવેઝના ભાવિ માટે નિર્ણાયક પુરવાર થયો છે. એક તરફ કંપનીનાં સંચાલકો, PMOનાં અધિકારીઓ અને બેન્કોનાં વડાઓની બેઠક કંપનીમાં તાકીદે નવી મૂડી ઠાલવવા નિર્ણય લેવાવાનો છે ત્યારે બીજી તરફ નેશનલ એવિએટર્સ ગિલ્ડનાં જણાવ્યા મુજબ જેટનાં 11૦૦ પાઈલટ્સ સોમવાર સવારે 10 કલાકથી કોઈ વિમાન ઉડાડશે નહીં તેઓ હડતાલ પર ઊતરી જવાના હતા. તે હવે મોકૂફ રહી છે. પાઈલટ્સ અને સ્ટાફને ડિસેમ્બરથી પગાર નહીં મળવાથી તેમણે કંપનીની ઓફિસ બહાર દેખાવા પણ કર્યા હતો. પાઈલટ્સનું એસોસિયેશન સોમવારે તેમનો ભાવિ વ્યૂહ ઘડશે. શનિવારે કંપનીના 6 વિમાનોએ જ ઉડાન ભરી હતી.

કર્મચારીઓની કફોડી સ્થિતિ

જેટ એરવેઝનાં પાયલટ્સ અને અન્ય સ્ટાફને કંપનીએ ડિસેમ્બરથી પગાર ચૂકવ્યો નથી. જેટનાં પાઈલટ્સ અને એન્જિનિયર્સ હવે ૩૦થી 5૦ ટકા ઓછા પગારે સ્પાઈસજેટની નોકરી સ્વીકારવા મજબૂર બન્યા છે. જેટના પાઈલટ્સને 25થી ૩૦ ટકા જ્યારે એન્જિનિયર્સને 50 ટકા ઓછા પગારે નોકરીની ઓફર કરાઈ રહી છે. જેટમાં રૂ. 2.9૦ લાખનો પગાર મેળવતા કો- પાઈલટ્સ આજે રૂ. 2 લાખમાં નોકરી કરવા તૈયાર થયા છે.

PMOની દરમિયાનગીરી પછી બેન્કોની સિન્ડિકેટે સંચાલકો પાસે નવેસરથી ઓપરેશનલ પ્લાન મંગાવ્યો છે. અધિકારીઓ અને નાગરિક ઉડ્ડયન સચિવ ખરોલાની બેઠક પછી જેટમાં રૂ. 1૦૦૦ કરોડની તાકીદની મૂડી ઠાલવવા વિચારાયું છે. ઈમરર્જન્સી ફંડમાંથી મોટી રકમનો ઉપયોગ કર્મચારીઓનો પગાર કરવા માટે, ઓઈલ કંપનીઓને જેટ ફ્યૂઅલનાં પૈસા આપવા માટે તેમજ કેટલાક વિમાનો ફરી લીઝ પર મેળવવા લીઝનું ભાડું ચૂકવવા માટે કરાશે તેવી ગણતરી છે.

ઉલ્લેખનિય છે કે ગિલ્ડ (NAG) કંપનીના કુલ દાવાઓ 1,600 પાઇલોટ્સમાંથી લગભગ 1,100 પાઇલોટના પ્રતિનિધિત્વનો દાવો કરે છે. ગિલ્ડએ અગાઉ જાહેરાત કરી હતી કે બાકી પગારની ચૂકવણી નહી થાય તો પાયલટ એક એપ્રિલથી ઉડાન ભરશે નહીં.

ઉલ્લેખનિય છે કે જેટ એરવેઝના એક હજારથી વધારે પાયલટ 1લી એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કર્યો હતો. આ પાયલટોને છેલ્લા કેટલાંક મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. પાયલટો દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે એરલાઇન બેંકમાંથી રકમ મેળવવામાં નિષ્ફળ ગઇ.

આર્થિક રીતે ખાડે ગયેલી જેટ એરવેઝની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાથી પગાર અને અન્ય ભથ્થાં વિના કામ કરી રહેલાં જેટ એરવેઝના 1,000 કરતાં વધુ પાઇલટોએ આજથી હડતાલ પર જવાની ધમકી ઉચ્ચારી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં જેટ એરવેઝને ઉગારવા માટે ધિરાણ માટે આગળ આવેલી બેન્કો અને કંપનીઓએ જેટ એરવેઝને હજુ વચગાળાની સહાય ચૂકવી નહીં હોવાથી પાઇલટોને ચાર મહિનાના બાકી પગાર અંગે કોઈ માહિતી ન અપાતાં પાઇલટો રોષે ભરાયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન