Jetpur Police Filed An Application Alleging Find A Runaway Daughter With A Youth.
  • Home
  • Featured
  • જેતપુરમાં લવજેહાદ: ‘સેવાકરાર’ના નામે યુવતીને ફસાવી, મા-બાપનો દર્દનાક પોકાર, ‘મારી દિકરીને વેંચી નાખશે’

જેતપુરમાં લવજેહાદ: ‘સેવાકરાર’ના નામે યુવતીને ફસાવી, મા-બાપનો દર્દનાક પોકાર, ‘મારી દિકરીને વેંચી નાખશે’

 | 11:06 am IST

સરકાર દ્વારા આંતરધર્મિય લગ્ન માટે ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ બનાવેલ જેમાં એક ધર્મના યુવક યુવતીએ બીજા ધર્મના યુવક યુવતી સાથે લગ્ન કરવા હોય તો કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે. પરંતુ આ કાયદાને પોલીસની કામ કરવાની નિષ્કિયતાએ બુઠો બનાવી દીધો છે.

જેતપુરમાં લવ જેહાદ દુષણ ખુબ જ બેફામ બન્યું છે. વિધર્મી યુવકો હિંદુ યુવતીઓને ફસાવીને ભગાડે છે એ પછી સેવા કરાર કે અન્ય રીતે લગ્ન કરે છે. એક મુસ્લિમ યુવાન હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જતા માતા પિતાએ પોલીસવડાને લેખિત રજુઆત કરી પોતાની પુત્રી ઘરેથી કપડાં, મોબાઈલ, સોનાનો ચેઈન, બુટ્ટી, વીંટી તેમજ 21 હજાર રોકડ સહિત કુલ બે લાખનો મુદ્દામાલ લઈને ચાલી ગઈ છે જેથી આ બધા દાગીના વેચીને પૈસા પુરા થઈ જશે તો પાતાની પુત્રીને પણ વેચી નાંખશે તેવી દહેશત વ્યક્ત કરી છે.

જેતપુરમાં જ રહેતી અલકાબેન પરમાર સાથે ઈકબાલ હાસમ સોરા નામના પરિણીત મુસ્લિમ યુવકે કાયદેસરના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી સેવા કરાર કરીને ભગાડી ગયો અને આવા કરાર નોટરીને કરવાની સત્તા જ ન હોવા છતાં નોટરીએ આવા કરાર કરી આપ્યા છે. ચાંદની દત્તા નામની યુવતીને ઈરફાન યુનુસખાન પઠાણ નામનો યુવક ભગાડી ગયો છે અને મૈત્રી કરાર જેવો ગેરકાયદેસર કરાર કરી લીધો છે.

જુઓ આ પણ વીડિયો: કોરોના વાયરસ રસીને લઈને માઠા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન