Jetpur teacher handed over to jail girl Harassment
  • Home
  • Featured
  • હવસના ભૂખ્યા શિક્ષકનું કારસ્તાન યુવતીએ આવી રીતે કર્યું ઉજાગર, અપનાવ્યો હતો આ રસ્તો

હવસના ભૂખ્યા શિક્ષકનું કારસ્તાન યુવતીએ આવી રીતે કર્યું ઉજાગર, અપનાવ્યો હતો આ રસ્તો

 | 8:15 pm IST

જેતપુર ગર્લ્સ સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીની પાસે ટયુશન કલાસીસમાં બીભત્સ માંગણી કર્યાના બનાવમાં પોલીસે શિક્ષકની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યો હતો.

શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલીત કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલ શિક્ષક તરીકે ફ્રજ બજાવતા પ્રવીણ નંદાણીયા સામે સ્કૂલની જ એક વિદ્યાર્થીનીએ આ શિક્ષકે સામે હું કહું તેમ કરીશ તો પાસ કરાવી દઈશ તેવી બીભત્સ માંગણી કર્યાની સીટી પોલીસમાં નોંધાયેલ પોલીસ ફ્રીયાદમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ શિક્ષકે વિદ્યાર્થીની પાસે આવી માંગણી કર્યા બાદ વિદ્યાર્થીનીએ આ વાત પોતાની એક બહેનપણીને કરતા તે વિદ્યાર્થીની પાસે પણ આ શિક્ષક પ્રવીણે આવી જ માંગણી કરી હોવાનું તેણીએ જણાવતા ભોગ બનનાર વિદ્યાર્થીની મુંજાઈ હતી.

અંતે પોતાના પરીવારજનોને આ વાત કરતા પરિવારજનોએ શિક્ષક સામે પોલીસ ફ્રીયાદ નોંધવાનો નિર્ણય લઈ શિક્ષકની આવી માંગણીના પુરાવા માટે વિદ્યાર્થીની ટયુશનમાં મોકલી અને શિક્ષકે જે માંગણી કરી હતી તેના વિશે ફ્રીથી પુછી શિક્ષક જે બોલે તેનું વિદ્યાર્થીનીએ ઓડિયો રેકોર્ડીંગ કરી લીધું. બાદમાં શિક્ષકને આ બધી વાતની જાણ થઈ જતા શિક્ષકે સમાધાન માટે થઈ વિદ્યાર્થીનીના પરિવારજનોને ખુબ મોટી રકમની ઓફ્ર કરી હતી પરંતુ તેઓ પોતાના નિર્ણયથી ટસના મસ ન થયા અને પોલીસ ફ્રિયાદ નોંધાવી હતી.

આ વીડિયો પણ જુઓ : પાકિસ્તાન સામે કચ્છની બહેનો કાફી છે : CM રૂપાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન