શ્રીદેવીની દીકરીએ આ છોકરાને કહ્યું 'આઇ લવ યુ' - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવીની દીકરીએ આ છોકરાને કહ્યું ‘આઇ લવ યુ’

શ્રીદેવીની દીકરીએ આ છોકરાને કહ્યું ‘આઇ લવ યુ’

 | 3:02 pm IST

શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂરનો જન્મદિવસ 6 માર્ચનાં રોજ હતો. જ્હાન્વીનાં જન્મદિવસ પર તેને તેનાં દોસ્તો અને પરિવારે બર્થડે વિશ કર્યો હતો. હવે જ્હાન્વીને કરવામાં આવેલી એક ‘સ્પેશિયલ વિશ’ની ચર્ચા ચારેકોર થઇ રહી છે. જ્હાન્વીનાં દોસ્ત અક્ષત રંજને જ્હાન્વીને બર્થડે વિશ કરતા એક તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતા તેણે હેપ્પી બર્થડે લખ્યું હતું અને એક દિલવાળું ઇમોજી પણ શેર કર્યું હતું. જ્હાન્વીએ અક્ષતનાં આ વિશનો જવાબ આપ્યો હતો.

જ્હાન્વીએ જવાબમાં થેંક્યુ કહેતા ILY એટલે કે ‘આઇ લવ યુ’ લખ્યું હતું. જ્હાન્વીનો આ જવાબ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તો કેટલાક લોકોએ બંનેની તસવીર પર ‘નાઇસ કપલ’, ‘સુંદર જોડી’ જેવી કમેન્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અક્ષત ગૈમન ઇન્ડિયાનાં માલિક અભિજીત રંજનનો દીકરો છે. તે અત્યારે ટફ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. અહીં અક્ષત ઇન્ટરનેશનલ રિલેશનશિપ, એન્ટરપ્રેન્યોર લીડરશિપ, ફિલ્મ અને મીડિયાનો અભ્યાસ કરી રહ્યો છે. જ્હાન્વી સાથે તેની દોસ્તી ફિલ્મ ‘ડિઅર જિંદગી’ની સ્ક્રીનિંગ દરમિયાન સામે આવી હતી.