Jhanvi Kapoor and Ishan Khattar dance in mumbai rain
  • Home
  • Videos
  • મુંબઈના વરસાદમાં ગાર્ડસના હાથમાંથી છત્રી છોડાવીને જ્હાન્વીએ કર્યું એવું કે…

મુંબઈના વરસાદમાં ગાર્ડસના હાથમાંથી છત્રી છોડાવીને જ્હાન્વીએ કર્યું એવું કે…

 | 11:27 am IST

હાલ મુંબઈનુ જીવન ધોધમાર વરસાદને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદને કારણે રસ્તાઓ, રેલવેના પાટા બધે જ પાણી પાણી થઈ ગયું છે. જેની અસર લોકોના રોજિંદા કામ પર થઈ છે. તો બીજી તરફ, બોલિવુડ-ટેલિવુડના સ્ટાર્સ પણ અટવાયા છે. ક્યાંક શુટિંગ અટવાયું, તો ક્યાંક પ્રમોશન પર અસર પડી. ત્યારે નવરા પડેલા સ્ટાર્સ મોન્સૂન એન્જોય કરી રહ્યાં છે. ત્યારે ધડકની એક્ટ્રેસ જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ધડકની રિલીઝ માટે આ બંને સ્ટાર્સ પ્રમોશનમાં લાગી ગયા છે. ભારે વરસાદની વચ્ચે બંને સ્ટાર્સ પ્રમોશન માટે મંગળવારે એક રેડિયો સ્ટેશન પહોંચ્યા હતા.

આ સમય દરમિયાનનો જ્હાન્વી અને ઈશાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમં બંને મુંબઈના વરસાદનો લ્હાવો લેતા નજરે આવ્યા છે. વરસાદ અને મુંબઈના ટ્રાફિકમાં ફસાઈને જ્હાન્વી અને ઈશાન વેન્યુ પહોંચ્યા હતા. જોકે, સિક્યુરિટી ગાર્ડસને હટાવીને જ્હાન્વી અને ઈશાન વરસાદમાં ભીંજાતા અને ડાન્સ કરતા કરતા વેન્યુ પર પહોંચ્યા હતા.