on social media hanvi kapoor bold gym look pictures viral
  • Home
  • Featured
  • Photos: સૌંદર્યની પરિભાષા એટલે જ્હાન્વી કપૂર બોલ્ડ જિમ લુકથી આકર્ષણ જમાવ્યું

Photos: સૌંદર્યની પરિભાષા એટલે જ્હાન્વી કપૂર બોલ્ડ જિમ લુકથી આકર્ષણ જમાવ્યું

 | 9:15 am IST

સુંદર અભિનેત્રી જ્હાન્વી કપૂરે ભલે ફિલ્મોમાં ઓછું કામ કર્યું હોય પણ પ્રશંસકોનું દિલ જીતવામાં સફળતા મેળવી હતી. ફિલ્મ ધડકથી કેરિયરની શરૂઆત કરી હતી. જ્હાન્વી ફિલ્મ ગુંજન સક્સેનામાં નજર આવશે. દિવંગત એકટ્રેસ શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂર ફિટનેસને લઈને ખુબજ ધ્યાન રાખે છે. જ્હાન્વી રૂટિનમાં જિમમાં જાય છે.

જેના જિમ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જ્હાન્વી સ્ટાઈલીશ અને બોલ્ડ જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે. જ્હાન્વી જ્યારે ટ્રેન્ડી લુકમાં જિમમાંથી બહાર આવે ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. કરીના કપુર પણ જ્હાન્વીના લુકની ખુબજ પ્રશંસા કરે છે.

જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએતો ઈશાન ખટ્ટર સાથે તેની પહેલી ફિલ્મ ધડક કરી હતી. ધડક ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટનું હિન્દી રીમેક છે. જ્હાન્વીએ 2018થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ છે. તેની પહેલી જ ફિલ્મ દર્શકોને આકર્ષવા સફળ રહી હતી. હાલ ઈન્ડિયન એરફોર્સના પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં વ્યસ્ત છે. કરણ જૌહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં પણ જ્હાન્વી નજર આવશે.

જ્હાન્વીએ ગુંજન સક્સેના માટે પોતાનો વજન વધાર્યો છે. જ્હાન્વી તેનું વજન 6-7 કિલો વધારી ફિલ્મ માટે આકરી મહેનત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન