Jhanvi Kapoor Paheli baar song making video viral
  • Home
  • Videos
  • જ્હાન્વીએ પલળવા માટે પોતાના પર નાંખ્યુ પાણી, જુઓ Hot વીડિયો

જ્હાન્વીએ પલળવા માટે પોતાના પર નાંખ્યુ પાણી, જુઓ Hot વીડિયો

 | 7:21 pm IST

જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની જોડી ધડક ફિલ્મને રિલીઝ થવા માટે હવે થોડાક જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે બધાની નજર મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેક પર ટકેલી છે. હાલ બંને યુવા સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં લાગી ગયા છે. ફિલ્મના શુટિંગ સાથે જોડાયેલા કેટલાક મેકિંગ વીડિયો પ્રમોશનના હેતુથી રિલીઝ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પહેલી બાર સોન્ગનો વધુ એક મેકિંગ વીડિયો શેર કરાયો છે.

આ વીડિયોમાં જ્હાન્વી કપૂર ખુદ પર પાણી નાંખતી નજર આવી રહી છે. ધડકનો આ સીન બહુ જ રસપ્રદ બની ગયો છે. આમ, પણ પહેલી બાર સોન્ગ રિલીઝ કરાતા જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. ત્યારે હવે તેનો મેકિંગ વીડિયો પણ કમાલ કરી રહ્યો છે.