jharkhand election 2019 congress candidate kn tripathi video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: અરે બાપ રે! પોલિંગ બૂથ પર ભયંકર હોબાળો, વાત વણસતા કોંગ્રેસવાળાએ બંદૂક કાઢી લીધી…

VIDEO: અરે બાપ રે! પોલિંગ બૂથ પર ભયંકર હોબાળો, વાત વણસતા કોંગ્રેસવાળાએ બંદૂક કાઢી લીધી…

 | 6:37 pm IST

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં આજે 13 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. કુલ 4892 કેન્દ્રો પર મતદાન ચાલુ છે. આ વચ્ચે જ પલામુ જિલ્લાના કોસિયારા ગામમાં એક મતદાન કેન્દ્રનો વીડિયો સામે આવ્યો છે કે જેમાં કોંગ્રેસનો ઉમેદવાર બંદુક લઈને આટાફેરા કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, પલામુના કોસરિયામાં કોંગ્રેસ ઉમેદવાર કેએન ત્રિપાઠી અને ભાજપના ઉમેદવાર આલોલ ચૌરસિયાના સમર્થકો વચ્ચે લડાઈ થઈ ગઈ. કથિત રીતે ભાજપના સમર્થકોએ ત્રિપાઠીને પોલિંગ બૂથ પર જવા ન દીધા. જેના લીધે મામલો ગરમાયો અને અચાનક જ કેએન ત્રિપાઠીએ બંદુક બહાર કાઢી.

વીડિયોમાં આ ઘટના સ્પષ્ટ પણે જોઈ શકાય છે. આજુબાજુ ખુબ અવાજ થઈ રહ્યો છે અને મોટાપાયે હોબાળો જોવા મળી રહ્યો છે. એવામાં સુરક્ષાકર્મી આવ્યા અને કેએન ત્રિપાઠીને પોલિંગ બૂથથી દુર લઈ જતા જોવા મળે છે. જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન