Jharkhand School Building Collapsed Suddenly, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ગણતરીની સેકેન્ડમાં શાળાની બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ, વીડિયો જોઈ થઈ જશો સ્તબ્ધ

ગણતરીની સેકેન્ડમાં શાળાની બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ, વીડિયો જોઈ થઈ જશો સ્તબ્ધ

 | 12:18 pm IST

ઝારખંડ ખાતે દેવનગરી દેવઘરમાં એક શાળામાં મોટી દુર્ઘટના થઈ. જ્યાં શાળાની બિલ્ડિંગનો એક મોટો હિસ્સો અચાનક ધ્વસ્ત થઈ જાય છે. જોકે શાળામાં રજા હોવાના કારણે ત્યાં બાળકો અને સ્ટાફ ન હોવાથી એક મોટી જાનહાનિ થતા બચી ગઈ. જો શાળામાં બાળકો અને સ્ટાફ હોત તો ત્યાં એક મોટો અકસ્માત સર્જાયો હોત.

રિપોર્ટ મુજબ દેવઘરના મધુપુર અનુમંડળમાં આવેલ કોર્મેલ સ્કૂલમાં આ ભયજનક અકસ્માત થયો હતો. પરંતુ ગનીમત રહી કે ગુરૂવારે શાળામાં રજા હતી. જેના કારણે ત્યાં બાળકો અને સ્કૂલ સ્ટાફ નહોતો. સૂત્રો મુજબ શાળામાં સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેને જોઈ તમારી પણ આંખો પહોળી થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન