બોર્ડરૂમ બેટલ વચ્ચે ઝુનઝુનવાલાએ ઝી એન્ટરપ્રાઇઝના ૫૦ લાખ શેર ખરીદ્યા  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બોર્ડરૂમ બેટલ વચ્ચે ઝુનઝુનવાલાએ ઝી એન્ટરપ્રાઇઝના ૫૦ લાખ શેર ખરીદ્યા 

બોર્ડરૂમ બેટલ વચ્ચે ઝુનઝુનવાલાએ ઝી એન્ટરપ્રાઇઝના ૫૦ લાખ શેર ખરીદ્યા 

 | 2:00 am IST
  • Share

પુનીત ગોએન્કાના વડપણ હેઠળની કંપનીમાં બોર્ડરૂમ બેટલના અહેવાલો વચ્ચે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇસિસમાં જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની આગેવાની હેઠળની કંપની રેર એન્ટરપ્રાઇસિસે શેરદીઠ રૃ. ૨૨૦.૪૪ની કિંમતે ૫૦ લાખ શેર્સની ખરીદી કરી હતી. નોંધનીય છે કે મંગળવારે ઝી એન્ટરપ્રાઇસિસના શેરમાં ૪૦ ટકાથી વધારે ઉછાળો નોંધાયો હતો. એક દિવસ પહેલાં કંપની દ્વારા નિયમનકારી ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે તેના ટોચના બે શેરધારકોએ કંપનીના હાલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ પુનીત ગોએન્કા અને બે સ્વતંત્ર ડિરેક્ટર્સની બોર્ડમાંથી હકાલપટ્ટી કરવાની માગણી કરી છે તેને પગલે આ ઉછાળો નોંધાયો છે. આ બે મોટા રોકાણકારો, ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્સ ફંડ અને ર્ંહ્લૈં ગ્લોબલ ચાઇના ફંડ ન્ન્ઝ્ર આ કંપનીમાં ૧૮ ટકા સુધીનું શેરહોલ્ડિંગ ધરાવે છે. તેમણે ગોએન્કા સહિત આ ત્રણ ડિરેક્ટર્સને બોર્ડમાંથી દૂર કરવા માટે એક્સ્ટ્રા ઓર્િડનરી જનરલ મિટિંગ યોજવા માટેની પણ માગણી કરી હતી.

ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં ઐતિહાસિક ઉછાળો

મંગળવારે ઝી એન્ટરટેઇનમેન્ટનો શેર ૪૦ ટકાથી વધારે ઊછળ્યો જે તેના ઈતિહાસનો સૌથી મોટો ઉછાળો છે. મંગળવારે આ શેર લગભગ ૭૫ રૃપિયા ઊછળીને રૃ. ૨૬૧.૭૦ના સ્તર પર બંધ નોંધાયો હતો. આ સ્તર ૫૨ સપ્તાહનું નવું ઊંચંુ સ્તર છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એજીએમમાં ગોએન્કા સહિત ત્રણ ડિરેક્ટરોને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો તેને કારણે આ મોટો ઉછાળો નોંધાયો છે.

ઝી એન્ટર. શેર હવે ઝડપથી વધી શકે ઃ નિષ્ણાતો

જો કે આ શેરમાં મંગળવારની તેજી અને ઝુનઝુનવાલાની જોરદાર ખરીદી પછી રોકાણકારોને સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે શેરનું ભવિષ્ય કેવું છે? જાણકારોનું કહેવું છે કે આ શેરનું ફન્ડામેન્ટલ મજબૂત દેખાય છે. પાછલા કેટલાક વર્ષોથી આ શેર પર સતત દબાણ હતું. જેનું સૌથી મોટું કારણ ગવર્નન્સ ફેક્ટર હતું. કોર્પોરેટ ગવર્નન્સમાં સુધારા બાદ આ કંપની માટે બિઝનેસ આઉટલૂક સારું જણાય છે. કેટલાક વિશ્લેષકો અનુસાર આ શેર ૨૬૦ના અવરોધને પાર કરી ગયો છે તેથી તે ૩૫૦ રૃપિયા સુધી જઇ શકે છે પરંતુ રોકાણકારોએ કરેક્શનની રાહ જોવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન