મતવિસ્તાર વડગામના પ્રશ્નો સાથે અન્ય મુદ્દાઓને જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા આ રીતે - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મતવિસ્તાર વડગામના પ્રશ્નો સાથે અન્ય મુદ્દાઓને જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા આ રીતે

મતવિસ્તાર વડગામના પ્રશ્નો સાથે અન્ય મુદ્દાઓને જિગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા આ રીતે

 | 7:13 pm IST

પોતાના મતવિસ્તારમાં સતત પણે કાર્યરત રહેતા અને લોકોના પ્રશ્નોમાં તેમની સાથે અવાજ ઉઠાવતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક અલગ રસ્તો અપનાવ્યો હતો. જેમાં જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર ખાતે મીડિયા દરબાર યોજી લોકોના પ્રશ્નોને અવાજ આપ્યો હતો. તેમણે સાથે સાથે ભાજપ પર પ્રહારો કર્યા હતા. લોકશાહીને તાક પર રાખીને તમામ હથકંડા  કે કુટનીતિ અપનાવી ભાજપ દ્વારા કર્ણાટકમાં સરકાર બનાવાશે તેવી ચોંકાવનારી જાહેરાત પણ કરી હતી.

હાલમાં દેશમાં કર્નાટકની ચૂંટણી એક મુખ્ય મુદ્દો બની છે ત્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પોતાનો સૂર પૂરાવ્યો હતો. ચૂંટણીના પરિણામો બાદની ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિ અને ઉથલ-પાથલ વચ્ચે બાદ ગવર્નર વજુભાઈ વાળાએ મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર બનાવવાની પ્રથમ તક આપી હતી. જોકે નિયત મુદતમાં ભાજપ વિધાનસભામાં પોતાની બહુમતી સામ, દામ દંડ અને ભેદ અપનાવી સાબિત કરશે તેવી ભવિષ્યવાણી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરી છે. એટલું જ નહિ પીએમ મોદી પર પણ નિશાન તાકતા તેમણે જણાવ્યું હતું કે બહુમત માટે ભાજપ કરોડો -અબજો રૂપિયા પાણીની જેમ રેલાવશે. તેમ છતાં ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપની કારમી હાર થશે. તો વળી, રાજસ્થાનમાં વસુંધરા રાજે જીગ્નેશ મેવાની નો કેમ ભય અનુભવે છે તેવો પ્રશ્ન કરી બીજી ભવિષ્યવાણી કરી હતી કે રાજસ્થાન વિધાનસભા ચુટણીમાં ભાજપ સત્તા ગુમાવે છે.