જીગ્નેશ મેવાણી 2019ની લોકસભા ચુંટણી આ બેઠર પરથી લડે તેવી શક્યતા - Sandesh
  • Home
  • Bhuj
  • જીગ્નેશ મેવાણી 2019ની લોકસભા ચુંટણી આ બેઠર પરથી લડે તેવી શક્યતા

જીગ્નેશ મેવાણી 2019ની લોકસભા ચુંટણી આ બેઠર પરથી લડે તેવી શક્યતા

 | 5:17 pm IST

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. જીગ્નેશ મેવાણી 2019 લોકસભા ચુંટણી કચ્છ માંથી લડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાષ્ટ્રીય એકતા મંચ રચના કરી હતી. જેમાં કચ્છના લોકોની સમસ્યા અને પ્રશ્નો સાંભળ્યા હતા.

વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કચ્છ લોકસભા બેઠક પર ચુંટણી લડે તેવી રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. જેના ભાગરૂપે જીગ્નેશ મેવાણી સતત કચ્છ મુલાકાત કરી રહ્યા છે. કચ્છના સળગતા પ્રશ્નો ઉઠાવી સરકાર નાક દબાવી રહ્યા છે.

આજે જીગ્નેશ મેવાણી ભીમાસર ગામની મુલાકાત લીધી હતી. ભીમાસર ગામમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અપમાનિત કરવાની ઘટનામાં યોગ્ય તપાસની માંગ કરી છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં 111 બાળકોના મોત મામલે જીગ્નેશ મેવાણીએ સરકાર પર ગંભીર આરોપ મુક્યો હતો. બાળકોના મોત મામલે સરકાર તપાસ નામે નાટક કરી રહી છે તેવું મેવાણીએ જણાવ્યું હતું. ગોરખપુર જેવી બાળકના મોતની ઘટના કચ્છમાં બહાર આવી છે. તેમછતાં સરકારએ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરી નથી. બાળકના મોત મામલે યોગ્ય અને તટસ્થ તપાસની જીગ્નેશ મેવાણી માંગ કરી છે.

જીગ્નેશ મેવાણીને ફોન પર મળી રહેલી જાનથી મારી નાંખવાની ધમકી મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે,”રવિ પુજારી મને ધમકી મળી છે. રવિપુજારી મો માં કોઈ ભાજપના પ્રવક્તા બોલી રહ્યા હોવાનું મને લાગી રહ્યું છે. તેમછતાં ગુજરાત પોલીસે મારી કોઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો નથી. જીજ્ઞેશ મેવાણી કેન્દ્ર સરકાર ચાર વર્ષની સિદ્ધિ મામલે નિશાન સાધ્યું હતું. કેન્દ્ર સરકાર ચાર વર્ષમાં કોઈ સારું કામ કર્યું નથી. સરકાર ક્યાં મોઢે ઉજવણી કરે છે. આગામી 2019 લોકસભા ચુંટણી કોંગ્રેસ સહીત તમામ વિપક્ષી પાર્ટીઓએ એકજુથ થવું જોઈએ અને ભાજપની સરકાર સામે લડવું જોઈએ તેમ વડગામનાં ધારાસભ્યએ જણાવ્યું હતું.