Xi Jinping Will Not Discusses Kashmir Issue With Modi In Xi-Modi Summit
  • Home
  • Featured
  • કાશ્મીર મુદ્દે નિરાધાર બન્યું પાકિસ્તાન, ચીને આપ્યો 440 વૉલ્ટનો ઝાટકો

કાશ્મીર મુદ્દે નિરાધાર બન્યું પાકિસ્તાન, ચીને આપ્યો 440 વૉલ્ટનો ઝાટકો

 | 4:37 pm IST

જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદથી સતત કાશ્મીર રાગ આલાપી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. આ વખતે પાકિસ્તાનને તેના ખાસ દોસ્ત ચીને ફટકો આપ્યો છે. ચીને મંગળવારનાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે બીજા અનૌપચારિક શિખર સંમેલન દરમિયાન કાશ્મીર મુદ્દા પર ચર્ચા નહીં થાય. ચીને આને ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે.

મોદી અને જિનપિંગ નિર્ણય કરશે કે કયા મુદ્દે ચર્ચા કરવી

ભારત સરકારે 5 ઑગષ્ટનાં જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવા અને તેને લગભગ 2 ભાગમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ નિર્ણયથી બૌખલાયેલા પાકિસ્તાને ભારતની સાથે રાજદ્વારી સંબંધો ખત્મ કરી દીધા અને ભારતીય હાઈ કમિશનરને પરત ભારત મોકલ્યા હતા. એક વરિષ્ઠ ચીની અધિકારીએ જણાવ્યું કે મોદી અને જિનપિંગ નિર્ણય કરશે કે કયા મુદ્દે ચર્ચા કરવી છે.

ભારત માટે રણનીતિની દ્રષ્ટિએ મોટી જીત

ચીની વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, “મને નથી લાગતુ કે બંને નેતાઓની મુલાકાત દરમિયાન કાશ્મીર મુદ્દા પર ચર્ચા થશે. મને લાગે છે કે આ બંને નેતાઓ પર છોડી દેવું જોઇએ કે કે તેઓ કયા મુદ્દા પર ચર્ચા કરવા ઇચ્છે છે. મને લાગે છે કે આ પ્રકારનાં અનૌપચારિક શિખર સંમેલન માટે બંને નેતાઓને ચર્ચા માટે વધારે સમય આપવો જોઇએ.” ચીનનો આ જવાબ પાકિસ્તાન માટે મોટો ઝાટકો છે. ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં અલગ થલગ પડેલું પાકિસ્તાન ચીનનાં સહયોગથી ભારતની વિરુદ્ધ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રિય મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતુ. જો કે તે આમાં અસફળ રહ્યું. ચીનનો આ જવાબ ભારત માટે રણનીતિની દ્રષ્ટિએ મોટી જીત છે.

ચીન કાશ્મીરને હંમેશાથી ભારત અને પાક. વચ્ચેનો મુદ્દો માને છે

પાકિસ્તાને ચીનની મદદથી ગત મહિને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. બંદ દરવાજામાં થયેલી આ બેઠકમાં ચીન અને પાકિસ્તાનને નિરાશા હાથ લાગી હતી. હુઆને કાશ્મીર મુદ્દા પર જવાબ આપતા કહ્યું છે કે, “ચીન કાશ્મીરને હંમેશાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો માને છે. ભારત અને પાકિસ્તાન બંને દેશો મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે આ માધ્યમનો ઉકેલ કરી દેશે.”

આ વિડીયો પણ જુઓ: પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા વિદ્યાર્થીઓ દ્વારા કામગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન