jio-completes-2-years-in-bumper-offer-to-customers
  • Home
  • Technology
  • 2 વર્ષ પુરા થતા JIOની ધમાલ ગ્રાહકોને આપશે બમ્પર ઓફર

2 વર્ષ પુરા થતા JIOની ધમાલ ગ્રાહકોને આપશે બમ્પર ઓફર

 | 6:09 pm IST

મોબાઈલ દુરસંચાર બજારમાં ક્રાંતિ લાવનાર રિલાયન્સ જિયોએ સફળતા પૂર્વક બે વર્ષ પૂર્ણ કર્યા છે. વિશ્લેષણોના માનવા અનુસાર બે વર્ષમાં ભારતમાં મોબાઇલ ડેટાનો વપરાશ 20 કરોડ ગીગાબાઈટથી વધીને 370 કરોડે પહોંચ્યો છે. તેનું મુખ્ય કારણ સસ્તા ડેટાને માનવામાં આવે છે. જિયોએ માર્કેટમાં પગ મુકતાની સાથે જ હરીફ કંપનીઓને સસ્તા દરો કરવા મજબુર કર્યા હતા. જિયોએ માર્કેટમાં એક નવી ક્રાંતીની શરૂઆત કરી.

હવે 15 રૂપિયામાં મળે છે એક જીબી ડેટા
રિલાયન્સ આવ્યુ તે પહેલા એક જીબી ડેટા 250માં રૂપિયામાં મળતુ હતુ. JIOએ સામાન્ય માણસોને પણ નેટનો વપરાશ કરતા કરી દીધા. આંકડા મુજબ દેશમાં આ સમયે ઉપયોગ થઈ રહ્યો છે 340 કરોડ જીબી ડેટા દ્વારા માત્ર જિયોના ગ્રાહક જ 240 કરોડ જીબી ડેટા ઉપયોગ કરી રહ્યા છે. આ વર્ષે જૂન અંતમાં ભારતમાં સક્રિય મોબાઇલ કનેક્શન્સની સંખ્યા 1.15 અબજ અને તે સમયે 21.5 કરોડ ગ્રાહકોએ બ્રોડબેન્ડ સેવાઓનો ઉપયોગ કર્યો હતો.

હવે દેશમાં 50 કરોડ ગ્રાહકો ડિઝિટલ દુરસંચાર પરિવેશમાં સમાવેશ કરાશે. દેશના ખુણે ખુણે રહેતા લોકો ઇઃબેન્કીગ, ઇ-સ્વાસ્થ્ય અને ઈ-ગવર્નેસની સેવા મળશે. દેશમાં 2015માં ભારતમાં 2G અને 3G હતુ ત્યારે 4G આટલુ વ્યાપક ન હતુ. 2018માં 76 ટકા ડેટા ટ્રાફિક જિયો નેટવર્ક પર છે.