દિવાળી પર જિયોની ધન ધના ધન ઓફર, રિચાર્જ પર મળશે 100 ટકા કેશબેક - Sandesh
NIFTY 10,562.20 +36.00  |  SENSEX 34,438.88 +107.20  |  USD 65.7600 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દિવાળી પર જિયોની ધન ધના ધન ઓફર, રિચાર્જ પર મળશે 100 ટકા કેશબેક

દિવાળી પર જિયોની ધન ધના ધન ઓફર, રિચાર્જ પર મળશે 100 ટકા કેશબેક

 | 5:09 pm IST

રિલાયન્સ જિયોએ નવી જિયો દિવાળી ધન ધના ધન ઓફરની જાહેરાત કરી છે, જે કસ્ટમરને રૂપિયા 399નાં રિચાર્જ પર 100 ટકા કેશબેક આપશે. આ ઓફર 12 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી છે. તેમાં રિચાર્જ 399 રૂપિયાનું રિચાર્જ કરાવનાર જિયોનાં તમામ ગ્રાહકોને 50 રૂપિયાની કિંમતના 8 વાઉચર્સ સ્વરૂપે રૂપિયા 400નું 100 ટકા કેશબેક આપવામાં આવશે. આ વાઉચર્સ આગળ જતાં જિયોનાં રૂ. 309 અને તેનાથી વધારે કિંમતનાં પ્લાન તથા રૂ. 91 અને વધારે ડેટા એડ-ઓન્સ માટે એકસાથે રિચાર્જ કરાવી શકાશે.

કંપનીનાં સૂત્રોએ જણાવ્યું કે, ટેરિફ પ્લાનમાં 19 ઓક્ટોબરે સુધારો થવાની પણ શક્યતા છે. 12થી 18 ઓક્ટોબરનાં તહેવારનાં ગાળાં વચ્ચે રૂપિયા 399નું રિચાર્જ કરાવનાર જિયોનાં તમામ ગ્રાહકો વર્તમાન ટેરિફનાં લાભ મેળવી શકે છે.

એક સાથે તમામ વાઉચર્સ ઉપયોગ નહિ કરી શકાય. એક રિચાર્જ પર માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકાય છે. જો 309 રૂપિયાનું રિચાર્જ કરો છો, તો તેના માટે એકની સાથે એક વાઉચર લગાવીને 259 રૂપિયા આપવાના રહેશે. જિયોનું રિચાર્જ માય જિયો એપ, જિયો ડોટ કોમ, જિયો સ્ટોર આઉટલેટ અને રિલાયન્સ જિયો ડિજીટલથી કરાવી શકાય છે. આ ઉપરાંત ઓનલાઈન પેટીએમ, એમેઝોન પે અને મોબિક્વિકથી પણ જિયોનું રિચાર્જ કરાવીને આ વાઉચર્સનો ઉપયોગ કરી શકાય છે.

રિલાયન્સ જિયોની આ ઓફર માત્ર 84 દિવસ માટે જ છે. જેમાં યુઝરને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા ફ્રી મળે છે. રોમિંગમાં જવા પર પણ કોઈ કોલનો ચાર્જ નહિ આપવો પડે.