Jio બાદ BSNL લઇને આવ્યું ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 4 GB ડેટા - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Jio બાદ BSNL લઇને આવ્યું ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 4 GB ડેટા

Jio બાદ BSNL લઇને આવ્યું ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 4 GB ડેટા

 | 2:55 pm IST

રિલાયન્સ જિયો (Reliance Jio) અને એરટેલે 149 રૂપિયાના પ્લાનમાં મોટો ફાયદો આપ્યા બાદ હવે બીએસએનએલ પણ પોતના યુઝર્સ માટે બમ્પર ઓફર લઇને આવ્યું છે. ફીફા ફેન્સને લાઇવ સ્ટ્રીમ જોવાની સુવિધા આપવા માટે બીએસએનએલ એ સ્પેશ્યલ પેક ફીફા વર્લ્ડ કપ સ્પેશ્યલ ડેટા એસટીવી 149 (FIFA World Cup Special Data STV 149) પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાન કંપનીની તરફથી ત્યારે રજૂ કરાયો છે જ્યારે એક દિવસ પહેલાં જ રિલાયન્સ જિયોએ પોતાના તમામ પ્રીપેડ પ્લાન પર 1.5 GB વધુ ડેટા આપવાની ઓફર કરી છે.

ફીફા વર્લ્ડ કપ સ્પેશ્યલ ડેટા એસટીવી 149 પ્લાનને કંપનીએ 149 રૂપિયાના આકર્ષક પ્રાઇઝમાં લૉન્ચ કરી છે. તેમાં કંપનીની તરફથી 4GB ડેટા અપાઇ રહ્યો છે. આ રીચાર્જની સુવિધાઓ ગ્રાહકોને 14 જૂનથી મળવાની શરૂ થશે. યુઝર્સ આ પ્લાનનો ફાયદો 15 જુલાઇ સુધી લઇ શકે છે. આ રિચાર્જ પેકનો ફાયદો દિલ્હી અને મુંબઇ રીઝનને બાદ કરતાં તમામ બીએસએનએલ યુઝર્સને મળશે.

આપને જણાવી દઇએ કે આ પ્લાન રજૂ કર્યા બાદ 149 રૂપિયા પ્લાનમાં બીએસએનએલની તરફથી હવે બીજી ટેલિકોમ કંપનીઓના મુકાબલામાં વધુ ડેટા આપી રહ્યું છે.જો કે તેમાં વૉયસ અને એસએમએસનો ફાયદો મળશે નહીં એટલે કે જો તમે 149 રૂપિયાનું આ રિચાર્જ કરાવો છો તો તમને કૉલિંગ અને એસએમએસ માટે અલગ રિચાર્જ કરાવું પડશે.

આપને જણાવી દઇએ કે જિયોની તરફથી 149 રૂપિયાના રિચાર્જ પર દરરોજ 3 GB ડેટા અને એરટેલ 1 જીબી ડેટા આપી રહ્યું છે. આ સિવાય આ રીચાર્જ પર 28 દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથો સાથ 100 એસએમએસની પણ ઓફર આપી રહ્યું છે.