Jio Fiber will give a different direction to the world of internet
  • Home
  • Featured
  • જીઓ ફાઈબર 7 શહેરમાં લોન્ચ, જીઓ ફાઈબરથી ઈન્ટરનેટની દૂનિયાને એક અલગ દિશા મળશે.

જીઓ ફાઈબર 7 શહેરમાં લોન્ચ, જીઓ ફાઈબરથી ઈન્ટરનેટની દૂનિયાને એક અલગ દિશા મળશે.

 | 7:50 am IST

જીઓ ફાઈબર નેટવર્ક ઉપર અલ્ટ્રા હાઈ સ્પીડ ઈંટરનેટ, સ્માર્ટ ફોન ફિક્સ લાઈન અને ઓવર ધ ટોપ એપ્લિકેશન એટલે કે ઓટીટી એપ્સ જેવી ટ્રિપલ પ્લે કોમ્બિનેશન સર્વિસ મળે છે. ફિક્સ લાઈન સ્માર્ટ ફોનથી દેશમાં કોઈપણ જગ્યાએ કોઈપણ નેટવર્ક પર ફ્રિ કોલિંગ કરી શકાય છે. જ્યારે એચડી સેટ ટોપ બોક્સ પર ઓટીટી એપ્સનો ઉપયોગ કરી સામાન્ય ટીવીને પણ સ્માર્ટ ટીવીમાં બદલી શકાય છે.

350થી વધુ ટીવી ચેનલ જોવા મળશે

એમેઝોન પ્રાઈમ, જી-5, સોની લિવ, યૂટ્યૂબ, વૂટ, ડિઝની+હોટસ્ટારની સાથે 350થી વધુ ટીવી ચેનલ પણ જીઓફાઈબર પર જોવા મળે છે. જિયો ફાઈબર પર જીઓમીટ એપ દ્વારા મલ્ટીપાર્ટી વીડિયો કોન્ફ્રરન્સ પણ કરી શકાય છે. જેમાં તમે બિઝનેસ, બેઠક અને સ્કૂલના ઓનલાઈન ક્લાસ લઈ શકો છો.

ઉત્તરાખંડના 7 શહેર જિઓ ફાઈબર બ્રોડબેંડની સેવા  શરૂ

રાજધાની દેહરાદૂન સહિત રૂષિકેશ, હરિદ્વાર, રૂડકી, રૂદ્રપુર, હલ્દ્વાની અને કાશીપૂર સહિત ઉત્તરાખંડના 7 શહેર જિઓ ફાઈબર બ્રોડબેંડની સેવા સાથે જોડાઈ ગયા છે. પંતનગર, કાશીપુર આ યાદીમાં નવા નામ છે. લોકડાઉન વચ્ચે ફાઈબર આધારિત વાયર બ્રોડબેંડની વધી માગને લઈને રિલાયંસ જીઓએ ઉત્તરાખંડના પ્રમુખ શહેરોમાં જીઓ ફાયબર બ્રોડબેંડ સર્વિસના વિસ્તાર કરવાની યોજના શરૂ કરી છે. મુખ્ય સાત શહેરોને આ સર્વિસમાં જોડવામાં આવ્યા છે. જલદીથી રાજ્યના અન્ય શહેરોમાં પણ લોન્ચ કરવામાં આવશે.

જીઓ ફાઈબરમાં 100 mbpsથી 1 gb સુધીની ડેટા સ્પીડ

એમ્સ-ઋષિકેશ ટાઉનશિપ, પંતનગર વિશ્વવિદ્યાલય – રૂદ્રપુર અને ટિહરી હાઈડ્રો ડેવલમેંટ કોર્પોરેશનની ઓફિસ અને રિહાયશી કોમ્પ્લેક્ષ- ઋષિકેશ જેવા અનેક પ્રાઈવેટ અને સરકારી ખાતાઓને જીઓ ફાઈબર સાથે જોડવામાં આવ્યા છે. જીઓ ફાઈબર 100 mbpsથી 1 gb સુધીની ડેટા સ્પીડ આપે છે. ઝડપી સ્પીડના પગલે કોર્પોરેટ્સ, મધ્યમ અને નાના ઉદ્યોગોની સાથે સરકારી ઓફિસોમાં આ પહેલી પસંદ બન્યું છે.

જીઓફાઈબરે ઉત્તરાખંડમાં નંબર એકનું સ્થાન મેળવ્યું

વિરોધીઓને પછાડીને જીઓફાઈબરે ઉત્તરાખંડમાં નંબર એકનું સ્થાન મેળવી લીધું છે. ઉત્તરાખંડમાં માર્કેટ લીડર જીઓફાઈબરના અન્ય ઓપરેટરોના મુકાબલે ખુબ વધારે કનેક્શન છે. કોરોના મહામારી વચ્ચે વાયર બ્રોડબેંડની માગમાં વધી હતી. જેને જીઓ ફાઈબરે પૂર્ણ કરી છે. આ મુશ્કેલ સમયમાં હજારો પરિવાર જીઓફાઈબરના કારણે જોડાયેલા છે.

આ વીડિયો પણ જૂઓઃ  આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન