Jio યુઝર્સ માટે 12 ફાયદા, આટલું બધુ ફ્રીમાં પહેલાં કયારેય નહીં મળ્યું હોય - Sandesh
NIFTY 10,709.85 -31.25  |  SENSEX 35,271.67 +-116.21  |  USD 67.7350 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • Jio યુઝર્સ માટે 12 ફાયદા, આટલું બધુ ફ્રીમાં પહેલાં કયારેય નહીં મળ્યું હોય

Jio યુઝર્સ માટે 12 ફાયદા, આટલું બધુ ફ્રીમાં પહેલાં કયારેય નહીં મળ્યું હોય

 | 10:25 am IST

રિલાયન્સ જિયો એ 5 સપ્ટેમ્બર 2016ના રોજ પહેલી વખત પોતાની સર્વિસીસની જાહેરાત કરી હતીય જિયો સાથે જોડાતા સૌથી પહેલાં યુઝર્સને વેલકમ ઓફર આપી. ત્યારબાદ હેપી ન્યુ યર ઓફર દ્વારા તેમને વધુ ફાયદો પહોંચાડયો. એટલું જ નહીં માર્ચ 2017મા તો જિયોએ યુઝર્સને પ્રાઇમ મેમ્બરશિપ આપી. જ્યારે બીજી કંપનીઓ ઓફર લઇને આવી તો જિયોએ ફરીથી સમર સરપ્રાઇઝ ઓફર આપીને બધાને ચોંકાવી દીધા. ત્યારબાદ આવી જિયોની ‘ધન ધના ધન ઓફર’ જેને અત્યાર સુધી પોતાના જિયો યુઝર્સને એટલા બધા ફાયદાઓ આપ્યા કે જે પહેલાં કયારેય નહીં મળ્યા હોય.

જિયો આવતા પહેલાં ટેલિકીમો કંપનીઓ પોતાની મરજી પ્રમાણે વસૂલતી હતી. જે સેવાઓ માટે યુઝર્સ બે થી ત્રણ ગણા ભાવ લેતી હતી આજે આ સર્વિસીસને યુઝર્સ માટે ફ્રી કે પછી ઓછા ભાવમાં આપવામાં આવી રહી છે. કંપની કોઇ પણ હોય પરંતુ ગિફ્ટ યુઝર્સને મળી. જો કે રિલાયન્સ જિયો જેવા ફાયદા કોઇ કંપનીએ આપ્યા નથી. રિલાયન્સ જિયોએ માત્ર એટલું જ નહીં પરંતુ કેટલાંય ફાયદા કરાવ્યા છે. આ કડીમાં અમે જિયો યુઝર્સને શું-શું ફાયદા મળ્યા તેની માહિતી આપી રહ્યાં છીએ.

1. ફ્રી અનલિમિટેડ કૉલ
રિલાયન્સ જિયોએ જ્યારથી માર્કેટમાં એન્ટ્રી કરી છે ત્યારથી અત્યાર સુધી જિયો યુઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળી છે. આ સુવિધા તમામ યુઝર માટે ફ્રી છે. પ્રીપેડ કે પોસ્ટપેડ ગ્રાહક તમામ માટે અનિલિમિટેડ કોલની સુવિધા આપવામાં આવી.

2. સસ્તું ઇન્ટરનેટ
જિયો આવ્યા બાદ સૌથી મોટી ગિફ્ટ યુઝર્સને ઇન્ટરનેટ ફ્રી સર્વિસીસની વધુ મળી. જિયો આવ્યા પહેલાં યુઝર્સને દર મહિને ઇન્ટરનેટ માટે હજારો રૂપિયા ચૂકવવા પડતા હતા. મોંઘા પ્લાન અને ઓછા ડેટાથી પરેશાન હતા. પરંતુ જિયોએ અહીં સુવિધા યુઝર્સને એકદમ ફ્રીમાં ઉપલબ્ધ કરાવી. હવે જિયોની સર્વિસીસ માટે કેટલીક ચૂકવણી કરવી પડે છે પરંતુ હજુ પણ ઇન્ટરનેટના નામ પર અલગથી કોઇ ચાર્જ નથી.

3. ફ્રી ન્યૂઝ
રિલાયન્સ જિયોની માય જિયો એપમાં તમને ન્યૂઝ પણ મળશે, આ એપને ડાઉનલોડ કરી તમે દુનિયાભરના સમાચાર જોઇ શકો છો. સમય-સમય પર અપડેટના રૂપમાં તમને માહિતી મળતી રહે છે.

4. ફ્રી મ્યુઝિક
જિયો સિનેમાની જેમ જ ગીતો સાંભળવા માટે પણ જિયો મ્યુઝિક એપ ફ્રી છે. તેમાં યુઝર્સ પોતાની પસંદના લેટેસ્ટ ગીતો સાંભળી શકે છે. આ એપને માય જિયો એપમાં જઇને ડાઉનલોડ કરી શકાય છે.

5. જિયો ટીવી
જિયો ટીવીમાં તમને દરેક ચેનલ જોવા મળશે. તેના માટે તમારે અલગથી કોઇ ચાર્જ આપવાની જરૂર નથી. ખાસ વાત એ છેકે પ્રોગ્રામનો સમયે નીકળવા પર પણ તમે થોડુંક પાછળ જઇ જોઇ શકો છો. સાથો સાથ લાઇવ સ્ટ્રિમિંગ પણ જોઇ શકો છો. આપને જણાવી દઇએ કે હજુ સુધી એવી કોઇ એપ નથી જે ફ્રી ચેનલની સુવિધા આપે છે.

6. ફ્રી રોમિંગ
જિયો એ આવતા જ પોતાના યુઝર્સને ફ્રી રોમિંગની ગિફ્ટ આપી છે. તમારા જિયો નંબરને તમે ભારતમાં ગમે ત્યાંથી ઉપયોગ કરી શકો છો. તેના પર કોઇ વધારાનો ચાર્જ લાગતો નથી.

7. જિયો સિક્યોરિટી
રિલાયન્સ જિયોની માય જિયો એપમાં જ જિયો સિક્યોરિટી એપ પણ સામેલ છે. આ એપથી ફોન સિક્યોર રહે છે. કંપનીનો દાવો છે કે આ એપમાં ઇંસ્ટોલ કર્યા બાદ તમારા ફોનમાં કોઇ એન્ટીવાયરસ એપ રાખવાની જરૂર નથી.

8. ફ્રી મેસેજ
અનલિમિટેડ કૉલિંગની જેમ જ જિયોની એસએમએસ સર્વિસીસ પણ મફ્ત છે. પહેલાં તેમાં અનલિમિટેડ એસએમએસની સર્વિસીસ હતી, જો કે બાદમાં તેને ઘટાડીને 100 મેસેજ દરરોજ કરી દેવાયા છે. જે સામાન્ય ઉપયોગ માટે પૂરતા છે.

9. સસ્તા 4જી સ્માર્ટફોન
લાઇફ બ્રાન્ડના તમામ સ્માર્ટફોન 4જી VoLTE સપોર્ટની સાથે આવે છે. આ તમામ બજેટ સ્માર્ટફોન છે એટલે કે ઓછા રૂપિયામાં તમને 4જી વોલ્ટ ફીચરની સુવિધા મળે છે. લાઇફ બ્રાન્ડને સૌથી સસ્તા 4જી ફોન 3000 રૂપિયામાં આવે છે. આ સિવાય જિયો એ તાજેતરમાં જ જિયો ફોન પણ લોન્ચ કર્યો છે. જેમાં સ્માર્ટફોન વાળી તમામ ખાસિયતો છે.

10. VoLTE સુવિધા
સુવિધા વોયસ ઓવર લોંગ-ટર્મ ઇવોલ્યુશન આ તમને હાઇ સ્પીડ વાયરલેસ કોમ્યુનિકેશનનો ફાયદો આપે છે. તેનાથી કોમ્યુનિકેશન વધુ શ્રેષ્ઠ થાય છે. વૉઇસ ક્વોલિટી શાનદાર હોય છે. જિયોએ 2016મા તેની શરૂઆત કરી હતી.

11. જિયોફાઇ (jiofi)
રિલાયન્સ જિયોએ પોતાના જિયોફાઇ (jiofi) ડિવાઇસ પણ રજૂ કર્યા છે. તેનાથી યુઝર્સ જેની પાસે 4જી ફોન નથી, તે આ ડિવાઇસમાં જિયો સિમનો ઉપયોગ કરીને ઘરના તમામ ડિવાઇસમાં જિયો ઇન્ટરનેટની મજા લઇ શકે છે. તેમાં જિયો ટેરિફ પ્લાન જ યુઝ થાય છે.