Jio Giving Free 4G Data On Cadbury Chocolate
  • Home
  • Featured
  • જિયો આપી રહ્યું છે 5 રૂપિયાની કેડબરી ચોકલેટ પર ફ્રીમાં 4G ડેટા, આ રીતે મેળવો લાભ

જિયો આપી રહ્યું છે 5 રૂપિયાની કેડબરી ચોકલેટ પર ફ્રીમાં 4G ડેટા, આ રીતે મેળવો લાભ

 | 2:41 pm IST

જિયો પોતાની બીજી એનિવર્સરી પર જિયોનાં એ ગ્રાહકોને 1 GB 4G ડેટા ફ્રી આપી રહ્યું છે જેમની પાસે કૈડબરી ડેરી મિલ્ક ચોકલેટ છે. ફ્રી ડેટા મેળવવા માટે ગ્રાહકોની પાસે ઓછામાં ઓછા 5 રૂપિયાની રેગ્યુલર કૈડબરી ડેરી મિલ્ક ચૉકલેટ અથવા ડેરી મિલ્ક ક્રેકર, ડેરી મિલ્ક રોસ્ટ, ડેરી મિલ્ક ફ્રુડ એન્ડ નટ અથવા ડેરી મિલ્ક લીકેબલ્સનું ખાલી રેપર હોવું જરૂરી છે.

ગ્રાહકોને ફ્રી ડેટા ઉપરાંત કંપની બીજા જિયો સબ્સ્ક્રાઇબર્સને ફ્રી ડેટા ટ્રાન્સફર કરવાની પણ ઑફર આપી રહ્યું છે. આ ઑફર 30 સપ્ટેમ્બર સુધી જ વેલિડ છે. સાથે જ ફ્રી ડેટા મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં MyJio એપ હોવી જરૂરી છે.

માય જિયો એપનાં હોમસ્ક્રીન પર એક બેનર દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ફ્રી ડેટાની ઑફર આપવામાં આવી છે. આ બેનર પર ક્લિક કરવાથી તમને પાર્ટિસિપેન્ટ નાઉનું બટન દેખાડવામાં આવશે જેને તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને ફ્રી ડેટા મેળવવા માટે ડેયરી મિલ્ક ચોકલેટનાં ખાલી રેપર પરનો બારકોડ સ્કેન કરવાનો રહેશે. ઑફરનાં નિયમો અને શરતો પ્રમાણે 1GB ફ્રી ડેટા મેળવવા માટે 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 40 રૂપિયા અને 100 રૂપિયાની કેડબરી ડેરી મિલ્કનાં ખાલી રેપર પરનાં કોડનો ઉપયોગ કરવાનો રહેશે. જો કેડબરી ડેરી મિલ્ક તમારી પસંદ નથી તો તમે 40 રૂપિયાવાળી ડેરી મિલ્ક ક્રેકલ, 40 રૂપિયાવાળી ડેરી મિલ્ક રોસ્ટ, 40 રૂપિયા અથવા 80 રૂપિયાવાળી ડેરી મિલ્ક ફ્રુટ એન્ડ નટ અથવા 35 રૂપિયાની ડેરી મિલ્ક લીકેબલ્સનાં ખાલી રેપરનો ઉપયોગ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે એક એકાઉન્ટ માટે ફક્ત એક રેપરનો જ ઉપયોગ થઈ શકશે.