Jio Giving Offer to Be Multimillionaire, Play Along with KBC
  • Home
  • Featured
  • જિયો કરોડપતિ બનવાની આપી રહ્યું છે સુવર્ણ તક, કરવું પડશે ફક્ત આટલું

જિયો કરોડપતિ બનવાની આપી રહ્યું છે સુવર્ણ તક, કરવું પડશે ફક્ત આટલું

 | 3:31 pm IST

જો તમે પણ જિયોનો નંબર વાપરો છો તો ઘરે બેઠા કરોડપતિ બની શકો છો. ‘કૌન બનેગા કરોડપતિ-સીઝન 10’ સોમવારથી શરૂ થઈ ચુકી છે. KBCની દસમી સીઝનમાં જિયો યૂઝર્સ માટે ઇનામ જીતવાની તક છે. જિયો યૂઝર્સે ઇનામ જીતવા માટે KBC પર Jio KBC Play Along રમવાનું રહેશે. તમે મોબાઇલ પર Jio Chat App દ્વારા પ્રશ્નોનાં જવાબો આપીને ઇનામ જીતી શકો છો. સાથે જ હૉટ સીટ પર પહોંચવાની તક પણ મળી શકે છે. એટલું જ નહી હૉટસીટ પર પ્રશ્નોનાં જવાબ આપીને કરોડપતિ બની શકે છે.

– સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને જિયો ચેટ એપ ડાઉનલોડ કરો.
– ત્યારબાદ નામ, જન્મતિથિ અને ફૉટો વગેરે આપીને પોતાનું નામ રજિસ્ટર કરો.
– આટલું કર્યા બાદ તમે પ્રશ્નોનાં જવાબ આપી શકશો. આ બધા જવાબ તમારે લાઇવ પ્રોગ્રામ દરમિયાન આપવાનાં રહેશે.
– અહી જવાબોનાં આધારે અંક આપવામાં આવશે. આ અંકોનાં આધારે તમને હૉટ સીટ પર બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: જિઓ આપી રહ્યું છે 5 રૂપિયાની કેડબરી ચોકલેટ પર ફ્રીમાં 4G ડેટા, આ રીતે મેળવો લાભ

ઉલ્લેખનીય છે કે ‘કૌન બનેગા કરોડપતિ-સીઝન 10’નાં રજિસ્ટ્રેશન 6 જૂનથી શરૂ થઈ ચુક્યા હતા. ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે તમે https://kbcliv.in/online-registration/ પર જઈ શકો છો.