NIFTY 9,386.15 -52.10  |  SENSEX 30,365.25 +-205.72  |  USD 64.8725 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પીડમાં બીજી કંપનીઓને ધોબીપછાડ આપી રિલાયન્સ જિઓએ

ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પીડમાં બીજી કંપનીઓને ધોબીપછાડ આપી રિલાયન્સ જિઓએ

 | 4:01 pm IST

દૂરસંચાર કંપની રિયાયન્સ જિઓએ ઇન્ટરનેટની સરેરાશ સ્પીડના મામલે બીજી દૂરસંચાર કંપનીઓને ધોબીપછાડ આપી છે. ડિસેમ્બર મહિનામાં જિઓ નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 18.16 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ એમબીપીએસ રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલી લેટેસ્ટ માહિતીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિઓએ 2016ના સપ્ટેમ્બરમાં પોતાની 4જી સુવિધાઓની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બરમાં કંપનીના નેટવર્ક પર મહત્તમ સ્પીડ 7.26 એમબીપીએસ રહી હતી જે નવેમ્બરમાં ઘટીને 5.85 એમબીપીએસ થઈ ગઈ હતી.

રિલાયન્સ જિઓની સ્પર્ધક કંપનીઓની ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પિડની વાત કરીએ તો વોડાફોનના નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ નવેમ્બરના 4.9 એમબીપીએસથી વધીને ડિસેમ્બરમાં 6.7 એમબીપીએસ થઈ ગઈ છે.

આ સિવાય આઇડિયા સેલ્યુલરના નેટવર્ક પર સરેરાશ ઇન્ટરનેટ ડાઉનલોડ સ્પિડ ડિસેમ્બરમાં 5.03 એમબીપીએસ, ભારતી એરટેલના નેટવર્ક પર 4.68 એમબીપીએસ, એરસેલના નેટવર્ક પર ત્રણ એમબીપીએસ તેમજ રિલાયન્સ કોમ્યુનિકેશનના નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પિડ 2.6 એમબીપીએસ રહી છે. ટ્રાઇ માયસ્પિડ એપ મારફતે દેશભરના ગ્રાહકોના મોબાઇલ ડેટાને લગતા આંકડાઓના આધારે સરેરાશ સ્પીડની ગણતરી કરે છે.

1