Jio ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે આ ધમાકેદાર સર્વિસ, જાણીને થઇ જશો હેરાન ! - Sandesh
  • Home
  • Business
  • Jio ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે આ ધમાકેદાર સર્વિસ, જાણીને થઇ જશો હેરાન !

Jio ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે આ ધમાકેદાર સર્વિસ, જાણીને થઇ જશો હેરાન !

 | 2:39 pm IST

ટેલીકોમ ઉદ્યોગમાં ધૂમ મચાવ્યા પછી એવી આશા જતાઈ રહી છે કે જીઓનું ધ્યાન ટેલીવિઝન અને બ્રોડબેન્ડ તરફ શિફ્ટ થઇ રહ્યું છે. આ જાણકારી પહેલાથી જ છે કે કંપની આ દિશામાં કામ કરી રહિ છે.

ટેલીવિઝન માટે આશા છે કે કંપની ટૂંક સમયમાં DTH સેટ-ટોપ-બોક્સ અને IPTV સર્વિસ લોન્ચ કરશે. હાલમાં કંપની તરફથી એવી કોઈ જાણકારી મળી નથી. પરંતુ એટલી જાણકારી મળી છે કે કંપની JioHomeTV નામની એક થર્ડ સર્વિસ પર કામ કરી રહિ છે.

એક સમાચાર અનુસાર, JioHomeTV સેવા 400 રૂપિયાની શરૂઆતની કિંમત પર 200 SD અને HD ઉપલબ્ધ કરાવશે. આ પ્લાન ઓફિશિયલ MyJio એપ પર લિસ્ટ કરવામાં આવી છે. હાલમાં હજી સ્પષ્ટ નથી કે JioHomeTV સર્વિસ ખુબ પ્રતિક્ષિત DTH સેટ-ટોપ-બોક્સને રિપ્લેસ કરશે અને આ બધી રીતે નવી સેવા મળશે.

આફ્વાઓ એવી પણ છે કે JioHomeTV એનહાંસ્ડ મલ્ટીમીડિયા બ્રોડકાસ્ટ મલ્ટીકાસ્ટ સર્વિસ (eMBMS) પણ થઇ શકે છે. આ સર્વિસ પર જીયો લાંબા સમયથી કામ કરી રહી છે. આ પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર JioBroadcast એપને પણ જોવામાં આવી છે. આ એપમાં કહેવામાં આવ્યું છે કે જીયો LTE-બ્રોડકાસ્ટ ટેસ્ટ ડીવાઈઝ પર HD ક્વોલિટી સ્ટ્રીમીંગ સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવશે.

મીડિયા રીપોર્ટનો દાવો છે કે આવતા અમુક સમયમાં જીયોબ્રોડકાસ્ટ સર્વિસને પણ યુઝર્સ માટે લાઈવ કરી દેવામાં આવશે. શક્ય છે કે JioHomeTVને જ જીયોબ્રોડકાસ્ટ સર્વિસના નામથી લોન્ચ કરવામાં આવી રહ્યું છે.