Vibrant Gujarat 2019 : Jio is ready for 5G Internet and will invest double in next 10 years : Mukesh Ambani
  • Home
  • Featured
  • વાયબ્રન્ટમાં મુકેશ અંબાણીએ ગુજરાતીઓના દિલ જીત્યા, કહ્યું- ‘Jio નેટવર્ક 5G માટે તૈયાર’

વાયબ્રન્ટમાં મુકેશ અંબાણીએ ગુજરાતીઓના દિલ જીત્યા, કહ્યું- ‘Jio નેટવર્ક 5G માટે તૈયાર’

 | 1:55 pm IST

ગુજરાતમાં 18મી જાન્યુઆરીથી નવમો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું રંગેચગે પ્રારંભ થયો છે. જેમાં દેશ-વિદેશના મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આજે વાયબ્રન્ટના પહેલા દિવસે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ઉપસ્થિત રહ્યા હતા.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, વાયબ્રન્ટમાં ભાગ લેવો મારા માટે સૌભાગ્યની વાત છે. હું એક ગુજરાતી હોવાનો મને ગર્વ છે. રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાત છે તે મારા માટે ગૌરવની વાત છે.

મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટનમાં ભાગ લેવો મારા માટે ગૌરવની વાત છે. અત્યાર સુધી અમે ગુજરાતમાં 3 લાખ કરોડનું રોકાણ કર્યું છે અને આગામી દિવસોમાં રિલાયન્સ જીઓ નેટવર્ક પર 5G માટે તૈયાર છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, રિલાયન્સ આગામી 10 વર્ષોમાં તેનું રોકાણ ડબલ કરશે. મુકેશ અંબાણીએ વાયબ્રન્ટમાં પીએમ મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે, પીએમની આગેવાનીમાં દેશ યોગ્ય રસ્તે જઇ રહ્યો છે અને આગળ પર ઝડપી વિકાસ કરશે. ગુજરાતમાં આગામી દિવસોમાં મુકેશ અંબાણીએ 10 લાખ રોજગારીઓ ઉભી કરવાની વાત કરી હતી.

વાયબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણીએ કહ્યું, ગુજરાત આખા વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય છે. આપણે આપણા ગુજરાતના સ્ટાર્ટઅપ, ફાયનાન્સ, ખેતી, સ્વાસ્થ્ય અને ટેક્નોલોજી તેમજ સ્માર્ટ ગામો બનાવવામાં નંબર એક બનાવવાનું છે. મુકેશ અંબાણીએ અહીં એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે રિલાયન્સ પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી માટે રૂ. 150 કરોડ ફાળવશે. સાથે તેમણે જણાવ્યું હતું કે પીડીપીયૂ દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન