Jio Launches New 4G Data Plans For Users
  • Home
  • Featured
  • Jioનાં આ પ્લાનમાં મળે છે બમ્પર ડેટા, ફક્ત 101 રૂપિયામાં મળશે 1 GB ડેટા

Jioનાં આ પ્લાનમાં મળે છે બમ્પર ડેટા, ફક્ત 101 રૂપિયામાં મળશે 1 GB ડેટા

 | 6:33 pm IST

રિલાયન્સ જિયો માર્કેટમાં આવતાં જ તમામ કંપનીઓ વચ્ચે ડેટા વોર શરૂ થઈ ગયું છે. ગ્રાહકોને આ કારણે ખુબ જ ઓછી કિંમતે શાનદાર ડેટા પ્લાન્સ મળી રહ્યા છે. તો બીજી તરફ જિયો હવે લોકોનાં ઈન્ટરનેટ વપરાશને જોતાં નવા ડેટા વાઉચર્સ લોન્ચ કર્યા છે. જેમાં તમારી ઉમ્મીદ કરતાં પણ વધારે ડેટા મળી રહ્યો છે.

જિયો પાસે પાંચ એવાં પ્લાન છે કે જેનાથી ઓછી કિંમતમાં બમ્પર ડેટા મળી શકે છે. જિયોએ આ પ્લાનને 4જી ડેટા વાઉચર નામ આપ્યું છે. જણાવી દઈએ કે આ પેક્સમાં ફક્ત ડેટા જ મળશે. આ પ્લાન વડે તમે કોલિંગ નહીં કરી શકો. તો જાણો કયા છે ડેટાનાં આ પ્લાન.

જિયોનો 11 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાન હેઠળ યુઝર્સને 400 એમબી ડેટા મળશે. પણ તેમાં અનલિમિટેડ કોલિંગ કે ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવી નથી. તો આ પ્લાનની વેલિડિટી તમારા સીમાના પ્રિપેડ પ્લાનની વેલિડિટી બરાબર હશે. ઉદાહરણ તરીકે જો તમારા 98 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે તો, આ 4જી વાઉચરની સમયસીમા 28 દિવસ હશે.

જિયોનો 21 રૂપિયાવાળો પ્લાન

જિયોના યુઝર્સને આ પ્લાન હેઠળ 1 જીબી ડેટા મળશે. તો આ પેકની વેલિડિટી પણ હાલનાં પ્રિપેડ પ્લાન બરાબર હશે. આ પ્લાનમાં પણ તમને કોલિંગ કે SMSની સુવિધા મળશે નહીં.

જિયોનો 51 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાન હેઠળ યુઝર્સને 3 જીબી ડેટાની સુવિધા મળશે. તેમાં પણ વેલિડિટી હાલનાં પ્રિપેડ પ્લાનની વેલિડિટી બરાબર હશે. અને આ પ્લાનમાં પણ તમને કોલિંગ કે મેસેજની સર્વિસ નહીં મળે.

જિયોનો 101 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાન હેઠળ જિયો તમને 6 જીબી સુધીનો ડેટા આપશે. આ પ્લાનની પણ વેલિડિટી પ્રિપેઈડ પ્લાન બરાબરની હશે. તેમાં પણ કોલિંગ કે મેસેજની સુવિધા મળશે નહીં.

જિયોનો 251 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને કુલ 102 જીબી ડેટા મળશે. તો આ પ્લાનમાં વેલિડિટી 51 દિવસ આપવામાં આવી છે. પણ આ પ્લાનમાં તમને કોલિંગ કે મેસેજની સુવિધા મળશે નહીં.

આ વીડિયો પણ જુઓઃ

ગુજરાત હાઈકોર્ટે મુખ્ય સચિવ જે.એન.સિંઘનો ઉધડો લીધો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન