JIO પોતાના યુઝર્સને ફ્રિમાં આપી રહ્યું છે 120 જીબી 4G ડેટા, જાણો કઈ રીતે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • JIO પોતાના યુઝર્સને ફ્રિમાં આપી રહ્યું છે 120 જીબી 4G ડેટા, જાણો કઈ રીતે

JIO પોતાના યુઝર્સને ફ્રિમાં આપી રહ્યું છે 120 જીબી 4G ડેટા, જાણો કઈ રીતે

 | 11:58 am IST
  • Share

જો તમે પણ જિયો યુઝર્સ છો તો 31 માર્ચ બાદ પણ જિયોની શાનદાર ઓફરનો લાભ લેવા માંગતા હો તો જણાવી દઈએ કે, કંપનીએ પોતાના એક નવા પ્લાનની જાહેરાત કરી છે. એવું લાગી રહ્યું છે કે, જિયો ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટેની એકપણ તક જવા છોડવા માંગતુ નથી. જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શન લેનાર ગ્રાહકો જો 303 રૂપિયાનું રિચાર્જ કરવે છે, તો તેમને જિયો તરફથી 201 રૂપિયાનો એડ-ઓન પ્લાન ફ્રિમાં આપવામાં આવશે. જેમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં 5 જીબી ડેટા વધારે આપવામાં આવશે. જ્યારે 499 રૂપિયા અને ઉપરના રિચાર્સ પર વધારાનું 10 જીબી ડેટા આપવામાં આવશે. આમ બાર મહિનામાં 120 જીબી ડેટા ફ્રિમાં મળશે. કંપનીનું કહેવું છે કે, 10 જીબી ડેટા પેકની કિંમત 301 રૂપિયા છે જે અમે ગ્રાહકોને ફ્રિ આપી રહ્યાં છીએ.

જો યુઝર્સ 120 જીબી ડેટા વધારે ફ્રિમાં લેવા માંગે છે તો 12 મહિનાનું રિચાર્જ એકસાથે કરાવવું પડશે. જેની કિંમત 5988 રૂપિયા છે. જો તમે 303 રૂપિયાવાળો પ્લાન એક સાથે કરાવો છો તો તેની કિંમત 3636 રૂપિયા છે. જેમાં 60 જીબી ડેટા મળશે. જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શનને લોન્ચ કરતી વખતે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, નવી સેવાથી ડેટાની કિંમત તો ઓછી હશે જ સાથે ગ્રાહકોને 10,000 રૂપિયા સુધીની જિયો એપ સેવાઓ ફ્રિમાં મળશે. આ સેવા પ્રીપેડ અને પ્રોસ્ટપેડ ગ્રાહકો માટે છે. હવે કંપનીની નવી ઓફર આવ્યા બાદ ગ્રાહકોને પહેલા કરતાં વધારે ડેટા મળશે.

રિલાયન્સ જિયોની નવી ઓફરને કંપની દ્વારા 10 કરોડ ગ્રાહકોને નેટવર્ક સાથે જોડાયેલા રાખવાની રણનીતિના રૂપમાં દેખવામાં આવે છે. જણાવી દઈએ કે, રિલાયન્સ જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શનની જાહેરાત વખતે ગ્રાહકોને સૌથી પહેલા 99 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે અને આ સબ્સક્રિપ્શન 31 માર્ચ 2017 પહેલા કરાવી લેવું જોઈએ. આની વેલિડિટી એક વર્ષની છે. જો હવે ગ્રાહક 303 રૂપિયાની પ્લાન કરાવે છે તો તેને અનલિમિટેડ વોઈસ કોલ સાથે 28 દિવસ સુધી 28 જીબી ડેટા મળશે. પ્રતિદિવસે 4g સ્પીડવાળા ડેટાની લિમિટ 1 જીબી હશે. પરંતુ હવે નવી ઓફર બાદ ડેટા કુલ 33 જીબી થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન