jio-planning-to-make--apps-premium-jio-planning-to-make--apps-premium
  • Home
  • Featured
  • જિયોના ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, બંધ કરવા જઈ રહ્યું છે આ સુવિદ્યા

જિયોના ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, બંધ કરવા જઈ રહ્યું છે આ સુવિદ્યા

 | 4:47 pm IST

રિલાયંસ જિયોના ગ્રાહકને જલ્દી જ મોટો ઝટકો લાગવાનો છે. કંપની પોતાના કેટલાક પ્રસિધ્ધ એપ્સના ઉપયોગ પર ચાર્જ લગાવવા જઈ રહી છે.  તેનાથી અમુક એવી એપ્સ ઉપયોગ કરવા પર યૂઝર્સને ચાર્જ ચૂકવવો પડશે.

લઈને આવશે ફ્રીમિયન મોડેલ

કંપની જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો મૈગ્સ જેવા પોપ્યૂલર એપ્સને ફીમિયન મોડેલ પર લઈને આવશે. આ મોડેલ હેઠળ કંપની કેટલાક કંટેન્ટ ગ્રાહકોને ફ્રીમાં આપશે, પરંતુ જે પણ પ્રીમિયમ કંટેન્ટ છે, જેના માટે ગ્રાહકોને ચાર્જ ચુકવવો પડશે. તેનાથી તે એપ્સનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે.

આ પણ વાંચો: Truecallerમાંથી સરળ રીતે હટાવી શકો છો તમારો નંબર, ફોલો કરો આ પ્રોસેસ

એપ્સની મદદથી બન્યા વધારે ગ્રાહકો

જિયોના ગ્રાહક ડેટા સિવાય એ એપ્સનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. આ કારણથી જિયોના ગ્રાહકોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ એપ્સની મદદથી ગ્રાહકોને કોઈ ખર્ચ વગર કેટલાય ટીવી સીરિયલ, ફિલ્મો અને સોંગ્સ સાંભળવા મળતા હતા.

અન્ય કંપનીઓ પણ ઉઠાવી શકે છે આ પગલા

જિયોની દેખા-દેખીથી અન્ય કંપનીઓ પણ આ રીતેના પગલા ઉઠાવી શકે છે. આઈડિયા વોડાફોન અને એરટેલ પણ પોત-પોતાના એપ પર અવેલેબલ કંટેન્ટ પર ચાર્જ લગાવી શકે છે. જિયોએ હાલમાં જ સાવન મ્યૂઝિક એપ સાથે કરાર કર્યો છે. તે ઉપરાંત ઈરોજની સાથે ભાગેદારી કરી હતી. તેમજ રાય કપૂર ફિલ્મ પણ જિયોના એપ્સની માટે કંટેન્ટને ડેવલોપ કરશે.

આ પણ વાંચો: Airtelએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન, માત્ર 168 રૂપિયામાં મળશે 35GB ડેટા