Jio Postpaid Plus announced during Reliance AGM, Customers will benefit greatly
  • Home
  • Technology
  • રિલાયન્સ AGM દરમિયાન Jio Postpaid Plusનું થયું’તું એલાન, એમાં ગ્રાહકો થશે મબલક ફાયદો

રિલાયન્સ AGM દરમિયાન Jio Postpaid Plusનું થયું’તું એલાન, એમાં ગ્રાહકો થશે મબલક ફાયદો

 | 3:41 pm IST

રિલાયન્સના 42મી AGM ઈવેન્ટનુ બધુ ફોકસ જિયો  ગીગાફાયબર પર રહ્યું. તેમાં બ્રોડબેન્ડ સર્વિસ, સેટ ટોપ બોક્સ અને લેન્ડલાઈન કનેક્શનન પણ છે. પરંતુ આ વચ્ચે એક નવી સર્વિસ કે જેની પર કોઈએ ધ્યાન નથી આપ્યું તે છે જિયો પોસ્ટપેઈડ પ્લસ સર્વિસ. જિયોનું વધારે ફોકસ પ્રીપેઈડ સેવાઓ પર રહે છે પરંતુ હવે રિલાયન્સ આ નવી સેવા દ્વારા પોસ્ટપેઈડ સેવાઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જિયો પોસ્ટપેઈડ પ્લસ સર્વિસને લઈને વધારે જાણકારી કંપની તરફથી આપવામાં આવી નથી, પરંતુ ખાસ જાણકારીઓ જાહેર કરી છે.

રિલાયન્સ AGM ઈવેન્ટ દરમિયાન અંબાણીએ જણાવ્યું કે જિયો પોસ્ટપેઈડ પ્લસ તે JioFiber યૂઝર્સ માટે છે, જે પ્લેટિનમ ગ્રેડ સર્વિસ અને પ્રોડક્ટ એક્સપીરિયંસ કરવા માંગે છે. એટલે કે જિયો ગ્રાહક જિયો ગીગાફાયબરનો ઉપયોગ કરે છે તો પોસ્ટપેઈડ પ્લસ સર્વિસ માટે એલિજિબલ હશે.

જિયો પોસ્ટપેઈડ પ્લસ એક પ્રીમિયમ સર્વિસ છે. આ તે જિયો ગ્રાહકો માટે છે જે પર્સનલ એક્સપીરિયંસ કરવા માંગે છે. અહિંયા ‘પ્લસ’ શબ્દનો ઉપયોગ વેલ્યૂ-એડેડ બેનિફિટ્સ માટે ઉપયોગમાં લેવાયો છે.

જિયોએ કહ્યું કે આ સર્વિસ 5 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિયોની તરફથી બધા ટેરિફ જિયોની વેબસાઈટ અને માયજિયો એપ પર ઉપલબ્ધ કરાવ્યા છે.

જિયો પોસ્ટપેઈડ પ્લસમાં શું હશે ઓફર?

પોસ્ટપેઈડ પ્લસ સેવાની હેઠળ જિયોના પ્રતિનિધિ તમારા ઘરે આવશે અને તમારી તાજેતર સર્વિસને જિયો પોસ્ટપેઈડ સર્વિસમાં પોર્ટ કરશે. સિમ સેટઅપ સર્વિસનું કામ ગ્રાહકના ઘરે જ કરવામાં આવશે.

જિયો પોસ્ટપેઈડ પ્લસ સર્વિસ દ્વારા બધા ડિવાઈઝમાં કનેક્ટિવિટી મળશે.

ઘણા ઓપરેટર ફેમેલી શેરિંગ પોસ્ટપેઈડ પ્લાન ઓફર કરે છે અને હવે જિયોનું નામ પણ લિસ્ટમાં આવી ગયું છે. એટલે કે ફેમેલી બીજા મેમ્બર્સની સાથે ડેટા શેર કરી શકશે.

જિયો તરફથી જાણકારી આપવામાં આવી છે કે સબસ્ક્રાઈબર્સ ઓછી થયેલી કિંમતમાં ઈન્ટરનેશનલ રોમિંગનો ફાયદો ઉઠાવી શકશે.

પ્લસ સેવા ગ્રાહકોને નવો ફોન લેવા પર પણ ફાયદો મળશે.

જિયો તરફથી આપેલી જાણકારી મુજબ પોસ્ટપેઈડ પ્લસ હેઠળ બાધા બિલ એક સાથે આવશે. એટલે કે મોબાઈલ બિલ, ટીવી બિલ અને બ્રોડબેન્ડ બિલ એક પેકેજની જેમ આવી શકે છે.

આ વીડિયો પણ જુઓ: ભાઇ બહેનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બહેન કમર શેખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન