4G ડાઉનલોડ સ્પીડમાં Jio પહેલા સ્થાને યથાવત - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.0800 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 4G ડાઉનલોડ સ્પીડમાં Jio પહેલા સ્થાને યથાવત

4G ડાઉનલોડ સ્પીડમાં Jio પહેલા સ્થાને યથાવત

 | 1:45 pm IST

ટેલીકોમ રેગ્યુલેટર TRAI માયસ્પીડ એપમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નવેમ્બરમાં રિલાયંસ જીયોની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 21.8Mbps હતી. તેમજ ઓક્ટોબરમાં ડાઉનલોડની સ્પીડ 21.8Mbps કરતા ઓછી હતી. માયસ્પીડ એપમાં 4G ડાઉનલોડ સ્પીડમાં બીજા નંબરે વોડાફોન છે જેની સ્પીડ 9.9Mbps કરતા બમણી થઈ ગઈ હતી. TRAI એપ ડાઉનલોડ ચાર્ટમાં જીયો સતત પહેલા ક્રમે યથાવત છે.

TRAI ગત વર્ષે એપ લોન્ચ કરી હતી, તે સિવાય ચાર મોટી ટેલિકોમ કંપનીઓને 4G અપલોડ સ્પીડમાં ગત મહિને પણ વધારો થયો હતો. જીયોની 21.8Mbps અને Vodafoneની 9.9Mbps સ્પીડ પછી Airtelની 9.3Mbps સ્પીડ ત્રીજા ક્રમાંકે હતી. તેના પછી Ideaની સ્પીડ 8.1Mbps હતી. ગત મહિનાની સરખામણીએ આ મહિનામાં ફેરફાર જોવા મળ્યો હતો, પહેલાં આઈડિયા ત્રીજા ક્રમે હતી અને એરટેલ ચોથા ક્રમાંક પર હતી.

તે સિવાય જીયોએ પોતાના પોર્ટફોલિયોમાં બે નવા પ્લાન પણ આપ્યા છે. આ નવા પ્લાન 199 રૂપિયા અને 299 રૂપિયાના છે. આ પ્લાનમાં દરરોજ ટેડા સિવાય વોયસ કોલિંગ, નેશનલ રોમિંગ, SMS અને જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળશે. જો કે, તેનો લાભ માત્ર પ્રાઈમ મેમ્બર્સને મળશે.

સૌથી પહેલાં જીયોના 199 રૂપિયાનાં પ્લાનની વાત કરીએ તો તેમાં તમને દરરોજ 1.2GB 4G ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 29 દિવસની રહેશે, એટલે કુલ 33.6GB ડેટા આપવામાં આવશે. સાથે વોઈસ કોલિંગ, નેશનલ રોમિંગ, SMS અને જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળશે.

જીયોનો બીજો પ્લાન 299 રૂપિયાનો છે. તેની વેલિડિટીની 28 દિવસની છે. તેમાં દરરોજ તમને 2GB ડેટા મળશે. તેમજ આ ડેટા પુરો થઈ ગયા પછી ડેટાની સ્પીડ 128Kbps થઈ જશે.