idea fastest in upload speed jio tops 4g download speed chart in January
  • Home
  • Featured
  • એક વાર ફરી Jioએ તમામ હરીફ કંપનીઓને આપી ધોબી પછાડ, ટ્રાઈના રિપોર્ટમાં થયો ખુલાસો

એક વાર ફરી Jioએ તમામ હરીફ કંપનીઓને આપી ધોબી પછાડ, ટ્રાઈના રિપોર્ટમાં થયો ખુલાસો

 | 9:00 am IST

ટ્રાઈએ પોતનો રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં જાન્યુઆરીમાં 4G ડાઉનલોડની સ્પીડને મામલે Jioએ પોતાની સ્પર્ધક કંપની એરટેલ સામે બમણી ગતીથી પ્રગતિ કરી છે. ટ્રાઈના આ રિપોર્ટ અનુસાર ગયા મહિને Jioના 4G નેટવર્કની ડાઉનલોડ કરવાની સ્પીડ 18.8 એમબીપીએસ મેગાબાઈટ પ્રતિ સેકન્ડ હતી જ્યારે એરટેલ નેટવર્કની સામાન્ય સ્પીડ 9.5 એમબીપીએસ હતી. ડિસેમ્બરમાં જિયો નેટવર્કની ડાઉનલોડ કરવાની સ્પીડ 18.7 એમબીપીએસ હતી જ્યારે એરટેલની ડાઉનલોડ કરવાની સ્પીડ 9.8 એમબીપીએસ હતી.

વોડાફોન 4G ડાઉનલોડ સ્પીડમાં સામાન્ય સુધારો

એરટેલ, વોડાફોન અને આઈડિયા 2G, 3G અને 4G નેટવર્ક આપે છે, જ્યાં જિયો ફક્ત 4G નેટવર્ક આપે છે. ટ્રાઈના રિપોર્ટ અનુસાર વોડાફોનની 4G ડાઉનલોડ સ્પીડમાં સામાન્ય સુધારો થયો છે જ્યારે જાન્યુઆરીમાં વોડાફોનની 4G ડાઉનલોડ સ્પીડ 6.7 એમબીપીએસ હતી તો ડિસેમ્બરમાં 6.3 એમબીપીએસ હતી.

આઈડિયાની વાત કરીએતો 4G ડાઉનલોડ સ્પીડ 6.એમબીપીએસથી ગોથુ મારીને 5.5 એમબીપીએસ પહોંચી હતી. જો કે આઇડિયા અને વોડાફોનનો દૂરસંચાર કારોબાર વિલય થઈ ગયો છે. હવે વોડાફોન આઇડિયાની જેમ કામ કરી રહી છે, પણ ટ્રાઈના રિપોર્ટમાં બંનેના આંકડાઓને અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે.

અપલોડ સ્પીડમાં આઈડિયા નંબર -1

અપલોડ કરવાના મામલે આઇડિયાએ બાજી મારી છે. કંપનીની સરેરાશ ઝડપ ડિસેમ્બર મહીનાના 5.3 એમબીપીએસથી વધીને જાન્યુઆરીમાં 5.8 એમબીપીએસ પહોંચી છે. વોડાફોન બીજા નંબર પર તો જિયો ત્રીજા નંબર પર છે. એરટેલ સૌથી પાછળ રહ્યુ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય મહીનાઓથી 4G ડાઉનલોડ સ્પીડમાં જિયો અવ્વલ છે તો આઈડિયા અપલોડ કરવાની સ્પીડમાં નંબર -1ના સ્થાન પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન