NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • JIOનો 399 રૂપિયાવાળો પ્લાન મળશે માત્ર 99 રૂપિયામાં, જાણો કેવી રીતે

JIOનો 399 રૂપિયાવાળો પ્લાન મળશે માત્ર 99 રૂપિયામાં, જાણો કેવી રીતે

 | 5:30 pm IST

રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે એક શાનદાર ઓફર રજૂ કરી છે. જિયો હવે પોતાના રિચાર્જ વાઉચર્સ પર કેશબેક આપી રહી છે. આ કેશબેક ઓનલાઈન રિચાર્જ પર આપવામાં આવી રહી છે. એટલે કે, જો તમે પેટીએમ, એમેઝોન પે, મોબિક્વિક અને એક્સિસ પે વગેરેથી રિચાર્જ કરાવો છો તો તમને જિયોના રિચાર્જ પર કેશબેક મળશે. જોકે, કંપનીએ આ માટે કેટલીક શરતો પણ રાખી છે. જિયોના 399 રૂપિયાના રિચાર્જ પર 300 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. આ કેશબેક મોબિક્વિકથી રિચાર્જ કરવા પર મળી રહ્યો છે. આ કેશબેક નવા અને જુના બંને યૂઝર્સ માટે આપવામાં આવી રહ્યો છે. મોબિક્વિકથી જિયોના નવા યૂઝર્સ 399 રૂપિયાનું રિચાર્જ કરાવતી વખતે NEWJIO કોડ નાંખશે તો 300 રૂપિયા કેશબેક મળી જશે. જ્યારે જુના યૂઝર્સને JIO149 કોડ નાંખવાનું રહેશે. જુના યૂઝર્સને 124 રૂપિયા કેશબેક મળશે.

એમેઝોન પે પરથી 399 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર નવા યૂઝર્સને 99 રૂપિયાનું કેશબેક મળશે અને જુના યૂઝર્સને 20 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમથી જિયોના 399 રૂપિયાનું રિચાર્જ કરતી વખતે નવા યૂઝર્સે NEWJIO કોડ નાંખશે તો તેમને 50 રૂપિયાનું કેશબેક મળશે. તે ઉપરાંત જુના યૂઝર્સને PAYTMJIO કોડ નાંખશે તો તેમને 15 રૂપિયા કેશબેક મળશે.

ફ્લિપકાર્ટના ફોન પર રિચાર્જ કરવા પર જિયોના નવા યૂઝર્સને 75 રૂપિયા કેશબેક મળશે અને જુના યૂઝર્સને 30 રૂપિયા કેશબેક મળશે. એક્સિસ પેથી રિચાર્જ કરવા પર જિયોના નવા યૂઝર્સને 100 રૂપિયાનું કેશબેક મળશે. જો તમે જુના યૂઝર્સ છો તો તમને 35 રૂપિયા કેશબેક મળશે. જ્યારે ફ્રિચાર્જ પરથી રિચાર્જ કરાવવા પર નવા યૂઝર્સને JIO50 કોડ નાંખવાથી 50 રૂપિયા કેશબેક મળશે, જ્યારે જુના ગ્રાહકો માટે ફ્રિચાર્જ પર કોઈ જ ઓફર્સ નથી.