શું તમારા મોબાઈલમાં પુરતી સ્પીડ નથી મળી રહી!, તો ફોલો કરો આ સ્ટેપ્સ... - Sandesh
  • Home
  • Featured
  • શું તમારા મોબાઈલમાં પુરતી સ્પીડ નથી મળી રહી!, તો ફોલો કરો આ સ્ટેપ્સ…

શું તમારા મોબાઈલમાં પુરતી સ્પીડ નથી મળી રહી!, તો ફોલો કરો આ સ્ટેપ્સ…

 | 1:34 pm IST

શું તમારા મોબાઇલમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડે છે. તમારા મોબાઇલમાં સાચા અર્થમાં 4જી સ્પીડ આવી રહી છે. ખાસ કરીને જીયોનાં યુઝર્સમાં આ સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. જો કે તે જરૂરી નથી કે સ્પીડને સમસ્યા માત્ર જીયોનાં યુજર્સને આવી રહી હોય.

સ્માર્ટફોન ઉપરાંત હાલનાં દિવસોમાં જીયો પોતાનાં ગ્રાહકોને વધારે ઇન્ટરનેટડેટા વાળા પ્લાન આપી રહી છે. સ્માર્ટફોનનાં સેટિંગ્સમાં ફેરફારનાં કારણે પણ આવું થઇ શકે છે. તેવામાં યુઝર્સને જરૂરી છે કે તે પોતાનાં ફોનનાં કેટલાક સેટિંગ્સ ચેન્જ કરે. ત્યાર બાદ ઝડપી સ્પીડ મળવા લાગશે.

યુઝર્સનાં અનુસાર સ્પીડ એટલી નથી મળી રહી જેટલી સ્પીડનો દાવો કરવામાં આવ્યો છે. યુઝર્સનાં અનુસાર પહેલા જિયો 4જીની સ્પીડ 20થી 25 mbps સુધીની મળતી હતી જો કે હવે માત્ર 3.5 mbps સુધી જ મળે છે.

નીચે પ્રમાણે આપેલી માહિતીને અનુસરો
– APN સેટિંગ ચેન્જ કરવા માટે તમે તમારા 4જી ફોનની સ્પીડ વધારી શકો છો. તેનાં માટે તમારે મોબાઇલ સેટિંગ્સમાં જઇને મોબાઇલ નેટવર્કસનો ઓપ્શન પસંદ કરો. તેની અંદર પ્રિફર્ડ નેટવર્ક ટાઇપને LTEમાં સેટ કરો.
– હવે મોબાઇલ સેટિંગ્સમાં પાછા જાઓ અને Access point namesને સિલેક્ટ કરો. આના પર ક્લિક કરવાથી ઘણા ઓપ્શન આવશે. તેમાં APN પ્રોટોકોલનું ઓપ્શન પસંદ કરો. તેને Ipv4/Ipv6 પર કરો.
– હવે અહીં Bearerનું ઓપ્શન મળશે તેને પણ LTEમાં સિલેક્ટ કરી દો.
– એન્ડ્રોઇડ સિસ્ટમ રેન્ડમલી કેટલીક ફાઇલનો ઉફયોગ કરે છે અને તેને સેવ કરતું હોયછે. આ ફાઇલ્સને કેશ ફાઇલ્સ કહેવામાં આવે છે. કેશ ફાઇલ ડિલીટ કરવાથી તમારા ફોનની સ્પીડ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન