JioFiber launches on September 5, Learn to answer all your questions
  • Home
  • Technology
  • JioFiber આવતી કાલે થશે લોન્ચ, જાણો તમારા તમામ સવાલોના જવાબ

JioFiber આવતી કાલે થશે લોન્ચ, જાણો તમારા તમામ સવાલોના જવાબ

 | 6:40 pm IST

રિલાયન્સ જિઓ ફાઇબર 5 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યું છે. Reliance Industries Limited એ તાજેતરમાં જ Annual General Meeting દરમિયાન JioFiberના લોન્ચની જાહેરાત કરી હતી. કહેવામાં આવ્યું છે કે, 5 સપ્ટેમ્બરથી 1600 શહેરોમાં JioFiberનું કનેક્શન આપવામાં આવશે. પરંતુ બ્રોડબેન્ડ કસ્ટમર્સ હાલમાં પણ કેટલીક વાતોને લઇ અસમંજસમાં છે.

– જિઓ ગીગા ફાઇબર 5 સપ્ટેમ્બર 2019 ના રોજ વ્યાવસાયિક રૂપે શરૂ થશે.
– ગીગાફાઇબર 100 mbpsની સ્પિડથી અને 1 GBps સુધીની ઝડપે કામ કરશે.
– જિઓ ફાબરના પ્લાન રૂ. 700 થી 10,000 સુધી શરૂ થશે.
– જિઓ ફાઇબર સર્વિસની સસ્તી યોજના 700 રૂપિયાથી શરૂ થશે. ટોચની યોજના 10,000 રૂપિયા હશે.
– અહિંયા વોઇસ કોલ્સ મફતમાં મળશે.
– Jio Fabir સાથે OTT એપ્લિકેશનોનું એક્સેસ મળશે.
– પ્રીમિયમ જિઓ ફાઇબર ગ્રાહકોને પહેલા જ દિવસે ઘરે મૂવી જોવાનો વિકલ્પ મળશે.

જો તમને યાદ હોય તો જીઓ સિમ આવ્યા બાદ રિલાયન્સ ડિઝિટલ સ્ટોર પર લાંબી લાઇનો લાગવાનું શરૂ થયું. દેશભરમાં લોકોએ સ્ટોર પર ઘણી પરેશાની ઉઠાવ્યા બાદ સિમ મેળવ્યા હતા, પરંતુ બ્રૉડબેંડ માટે લાઇનમાં લાગવાની જરૂર નથી. કંપનીની વેબસાઇટ પર લાંબા સમયથી આના માટે રજિસ્ટર કરવાનો ઑપ્શન છે. હવે આ જ નામ, ઈમેલ આઈડી અને એડ્રેસ નોંધાવીને રજિસ્ટર કરાવી શકો છો. આગળની પ્રોસેસની જાહેરાત 5 સપ્ટેમ્બરનાં થશે. પ્લાનની શરૂઆત 700 રૂપિયાથી શરૂ થશે.

સૌથી મોંઘો પ્લાન 10,000 રૂપિયાનો હશે

મોટી મોટી રીતે પ્લાનને બે કેટેગરીમાં વહેંચી શકાય છે. પહેલો પ્લાન ફક્ત ઇન્ટરનેટ માટે અને બીજો બંડલ પ્લાન છે. બંડલ પ્લાનમાં Jio TVનાં પ્લાન હશે અને સાથે જ કેટલીક અન્ય સર્વિસ પણ આપવામાં આવશે. સૌથી મોંઘો મંથલી પ્લાન 10 હજાર રૂપિયાનો હશે, જેના અંતર્ગત ઇન્ટરનેટની સાથે ટીવીનાં પણ પ્લાન મળશે. રિલાયન્સ જીઓ ફાઇબર અંતર્ગત મહિના માટે કસ્ટમર્સને ફ્રી ઇન્ટરનેટ મળશે, પરંતુ આના માટે અનેક શરતો છે. તમારે ઘર પર ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવવાની રહેશે અને આના માટે તમારે રિફેન્ડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની રહેશે.

પ્રિવ્યૂ ઑફ અંતર્ગત 1Gbpsની સ્પીડ નહીં મળે

પ્રિવ્યૂ ઑફરમાં 100Mbps સ્પીડની સાથે બ્રૉડબેંડ મળશે, પરંતુ 40 GBનો કોટા હશે. 40 GB ડેટા ખત્મ થયા બાદ તમારે ટૉપ અપ કરવાનું રહેશે. તમાને જણાવી દઇએ કે પ્રિવ્યૂ ઑફ અંતર્ગત 1Gbpsની સ્પીડ નહીં મળે. આના માટે તમારે પૈસા આપવાનાં રહેશે અને પૂરો પ્લાન લેવાનો રહેશે. કંપનીએ કહ્યું કે કનેક્શન લેવા પર લેન્ડલાઇન ફ્રી આપવામાં આવશે. રિલાયન્સ જિઓ ફાયબર આવ્યા બાદ એરટેલ અને બીએસએનલ જેવી કંપનીઓ પણ નવા બ્રૉડબેન્ડ પ્લાન લઇને આવશે.

આ વીડિયો પણ જુઓ : ફરી એકવાર મુંબઇ પાણી-પાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન