Jishan Khan shared his experience of casting couch
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જિશાન ખાને કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો 

જિશાન ખાને કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો 

 | 10:55 am IST
  • Share

  • ટીવી એક્ટર જિશાન ખાન બિગ બોસ ઓટીટીમાં એક કન્ટેસ્ટન્ટના રૂપમાં જોવા મળ્યો

  • ઇન્ટરવ્યૂ દરમિયાન જિશાને તેનો કાસ્ટિંગ કાઉચનો અનુભવ જણાવ્યો

  •  કાસ્ટિંગ ડાયરેક્ટરે ત્યારે કેટલાક સક્સેસ એક્ટર્સના નામ  પણ લીધા હતાં.

ટીવી એક્ટર જિશાન ખાન હાલમાં જ બિગ બોસ ઓટીટીમાં એક કન્ટેસ્ટન્ટના રૂપમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જિશાને તેનો કાસ્ટિંગ કાઉચનો અનુભવ જણાવતા  કહ્યું કે, એક સારા પ્રોડક્શન હાઉસના કાસ્ટિંગ ડાયરેક્ટરે મિટિંગ માટે બોલાવ્યો હતો અને કપડાં ઉતારવા માટે કહ્યું હતું.

જિશાને કહ્યું કે, આ ઘટના મારા બીજા શો પછી થઈ હતી. જિશાને કહ્યું કે, તે ડાયરેક્ટરે મને તેની ઓફિસમં બોલાવ્યો અને કહ્યું કે, તને ખબર છે તું એક કોલેજ બડી જેવો છે, એટલું હું જોવા માંગુ છું કે, તું કેટલો ફિઝિકલી ફિટ છે? તો મેં કહ્યું, ઠીક છે હું એમાં બરાબર છું અને પછી મેં ટી-શર્ટ ઉતારી.

ત્યારબાદ તે એવું કહેવા લાગ્યા કે, હું તારા પગને જોવા માંગુ છું કારણ કે, કેટલાય લોકો માત્ર તેના અપર બોડી પર કામ કરે છે લોઅર બોડી પર નહીં. ત્યારબાદ એમણે કહ્યું, અરે યાર, હવે તો સમજી જ ગયો હોઈશ તું. મેં કહ્યું, હું સમજી ગયો સર પણ હું એ લોકોમાંથી નથી. હું ઓડિશન આપીશ, હું તમારી સાથે કામ કરવાનું પસંદ કરીશ મને આ બધાથી કંઈ પડી નથી.

ત્યારબાદ તેઓએ મને કહ્યું કે, આ સીટ પર આવીને ઘણા લોકો બેઠા છે. કાસ્ટિંગ ડાયરેક્ટરે ત્યારે કેટલાક સક્સેસ એક્ટર્સના નામ  પણ લીધા હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો