અભિનેતા જિતેન્દ્ર પર 'કઝિન' બહેને લગાવ્યો જાતિય સતામણીમનો આરોપ, FIR દાખલ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેતા જિતેન્દ્ર પર ‘કઝિન’ બહેને લગાવ્યો જાતિય સતામણીમનો આરોપ, FIR દાખલ

અભિનેતા જિતેન્દ્ર પર ‘કઝિન’ બહેને લગાવ્યો જાતિય સતામણીમનો આરોપ, FIR દાખલ

 | 6:23 pm IST

બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર વિરુદ્ધ જાતિય સતામણી મામલે FIR નોંધાવવામાં આવી છે. જિતેન્દ્રની એક સંબંધીએ આ FIR નોંધાવી છે. જિતેન્દ્રની આ મહિલા સંબંધીએ 47 વર્ષ પછી આ ફરિયાદ નોંધાવી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ મહિલા જિતેન્દ્રની કઝિન છે અને તેમનું કહેવું છે કે, જિતેન્દ્રએ 1971માં શિમલામાં તેમની જાતિય સતામણી કરી હતી. આ સમયે તે 18 વર્ષની હતી અને જિતેન્દ્રની ઉંમર 28 વર્ષની હતી. આ મામલે એક્ટર જિતેન્દ્રની સામે શિમલામાં FIR નોંધાવવામાં આવી છે.

સૂત્રોનાં કહ્યા પ્રમાણે, શિમલાનાં પોલીસ અધિક્ષક ઉમાપતી જામવાલે જણાવ્યું કે આ કેસને IPCની કલમ 354 અંતર્ગત નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ ન્યાયાધિશ સામે પોતાનું નિવેદન આપ્યું છે, પરંતુ આ સાથે તેમને હોટલમાં રહેવાનાં સબૂત આપવા પણ જણાવ્યું છે. પોલીસે જણાવ્યું કે, હજુ સુધી મહિલા તરફથી હોટલમાં રોકાવવાનો કોઇ જ પુરાવો આપવામાં નથી આવ્યો અને તેણે હોટલનું નામ પણ નથી જણાવ્યું. ફરિયાદની જાણકારી મળતા જ જિતેન્દ્રનાં વકીલે આ કેસને વાહિયાત અને મનઘડંત કહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ ફેબ્રુઆરીમાં ઇ-મેલ દ્વારા જિતેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે જિતેન્દ્રએ તેના માટે નવી દિલ્હીથી શિમલા આવવાની વ્યવસ્થા કરી હતી, જેથી તે એ સેટ પર આવી શકે જ્યાં જિતેન્દ્ર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. મહિલાએ આરોપ લગાવતા કહ્યું કે રાત્રે નશાની હાલતમાં જિતેન્દ્ર તેના રૂમ સુધી આવ્યા હતા અને 2 બેડને એક બીજા સાથે જોડી દીધા હતા તેમજ તેની જાતિય સતામણી કરી હતી. જો કે એ વખતે જિતેન્દ્રએ કહ્યું હતું કે આવી કોઇ જ ઘટના બની નહોતી.