પ્રવિણ તોગડિયાના આક્ષેપ અંગે જીતુ વાઘાણીએ આપ્યું આવું નિવેદન – Sandesh
NIFTY 10,513.75 -31.75  |  SENSEX 34,202.76 +-94.71  |  USD 63.8925 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • પ્રવિણ તોગડિયાના આક્ષેપ અંગે જીતુ વાઘાણીએ આપ્યું આવું નિવેદન

પ્રવિણ તોગડિયાના આક્ષેપ અંગે જીતુ વાઘાણીએ આપ્યું આવું નિવેદન

 | 1:49 pm IST

પ્રવિણ તોગડિયાના ગુમ થઈ જવાના હાઈવોલ્ચેડ ડ્રામા વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે પ્રવિણ તોગડિયા મામલે જે ઘટનાક્રમ રહ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રવિણ તોગડિયાએ ઘટના અંગે અને જે આક્ષેપો કર્યા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

જીતુ વાઘાણીએ પ્રવિણ તોગડિયાએ ભાજપ તરફ કરેલા અંગુલિનિર્દેશ અંગે હાલ કશું જ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે અને તપાસ પછી જ સત્ય બહાર આવશે.

જીતુ વાઘાણીએ આ તકે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે વાતને બીજે ચડાવતા ફી નિયમનના મુદ્દે કોંગ્રેસ બેવડું વલણ અપનાવતી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ છે. કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટમાં સંચાલકો માટે કેસ લડી રહ્યાં છે. ફી નિયમન લાગૂ કરીને ભાજપ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે કોંગ્રેસ વિદ્યાર્થીઓનું ભાવિ ખતરામાં મૂકવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ ક્યારેય ગુજરાતનું હિત ઈચ્છતી જ નથી.