jivabhai joined the bjp by resigning from the congress in mahesana
  • Home
  • Gandhinagar
  • કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જીવા પટેલ ચૂંટણી પહેલા સક્રિય, જાણો કેવી કરી તૈયારી

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જીવા પટેલ ચૂંટણી પહેલા સક્રિય, જાણો કેવી કરી તૈયારી

 | 3:32 pm IST

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જીવા પટેલ ચૂંટણી પહેલા સક્રિય થયા છે. લોકસભા ચૂંટણીમાં દાવેદારી કરવા કાર્યકર્તાઓનું લિસ્ટ તેમણે તૈયાર કર્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે જીવાભાઈ પટેલે એક હજાર કાર્યકર્તાઓનું લિસ્ટ તૈયાર કર્યુ છે. ડે.સીએમ નીતિન પટેલ અને જીવાભાઈ પટેલ વચ્ચે મુલાકાત થઇ છે. તેમજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળવાનો સમય માંગ્યો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જીવા પટેલે ભાજપમાંથી લોક સભાની ટિકિટ મેળવવા દાવેદારી પેશ કરવા કાર્યકર્તાઓનું લિસ્ટ કર્યું છે. આ લિસ્ટ સાથે ભાજપ પ્રમુખ અમિત શાહને મળવા માટે સમય પણ માંગ્યો છે.

જીવાભાઈ પટેલને હવે ભાજપમાંથી ટિકિટ મેળવવી છે. જીવાભાઈ પટેલ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે તેમના કાર્યાલય ઉપર પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસમાં છેલ્લી બે ચૂંટણી હારી ગયેલા જીવાભાઈને હવે ભાજપમાંથી ચૂંટણી જીતવાની આશા છે.

મળતી વિગતોનુસાર આગામી ચૂંટણીમાં જીવાભાઈને ભાજપમાંથી ટિકિટ મળે તેવી શક્યતા છે. હાલમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. જીવાભાઈ પટેલ પોતાના કાર્યકર્તાઓ સાથે અમિત સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.