J&K army operation at Anantnag, success to the Indian Army
  • Home
  • Featured
  • J&Kમાં અનંતનાગ ખાતે સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં એક ત્રાસવાદી ઠાર મરાયો

J&Kમાં અનંતનાગ ખાતે સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં એક ત્રાસવાદી ઠાર મરાયો

 | 12:12 am IST

કાશ્મીરના અનંતનાગ(Anantnag) જિલ્લાના લારનૂ વિસ્તારમાં સુરક્ષા દળો(Security forces)એ શનિવારે સર્જાયેલી અથડામણમાં એક ત્રાસવાદીને ઠાર માર્યો હતો. તેની પાસેથી એક-47 રાયફલ મળી આવી હતી. વિસ્તારમાં ત્રાસવાદી છુપાયા હોવાની બાતમી સાથે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્રાસવાદી છુપાયા હોવાનું સ્થાન મળી આવતાં સુરક્ષા દળોએ તેમને શરણાગતિ સ્વીકારવા ફરમાવ્યું હતું.

પરંતુ આતંકવાદીઓએ ગળીબાર કરતાં અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રાસવાદી માર્યો ગયો હતો. તે અરસામાં સુરક્ષા દળોએ હેરિસ શરીફ રાઠર નામની વ્યક્તિની ધરપકડ કરી છે. તે પમ્પોર અને કાકાપોર(Kakapore) વિસ્તારમાં લશ્કર-એ-તોઇબાના ત્રાસવાદીઓને છુપાવા સ્થાન પૂરું પાડતો હતો. ત્રાસવાદીઓને જરૂરી સામગ્રી અને હથિયાર પૂરા પાડવાનું પણ કામ કરતો હતો. આ પહેલાં બડગામમાં એક ત્રાસવાદીએ શરણાગતિ સ્વીકારી હતી. સૈન્યે તે શરણાગતિનો એક વીડિયો પણ જારી કર્યો હતો. તે વીડિયોમાં સૈન્ય અધિકારી(Military officer) આતંકવાદીને કહેતા સંભળાય છે કે,’બેટા ડરો નહીં, ભૂલો થતી હોય છે.’

માહિતી મુજબ આતંકવાદીનું નામ જહાંગીર અહમદ ભટ્ટ છે. વીડિયોમાં ત્રાસવાદીનો પિતા સૈન્ય અધિકારીઓના ચરણ સ્પર્શ કરીને તેમનો આભાર માની રહ્યો હોવાનું પણ જોઇ શકાય છે. અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે,’અમે એવા પ્રયાસ કરીશું કે તેની તમામ ભૂલો માફ કરી દેવામાં આવે.’ અધિકારીઓએ પિતાને કહ્યું હતું કે પુત્ર હવે ત્રાસવાદના રસ્તે આગળ ના વધે તેની તકેદારી રાખે. જવાબમાં પિતાએ કહ્યું હતું કે,’હવે પુત્ર ઘરની બહાર કારસ્તાન માટે નીકળે મારી લાશ સૌ પહેલાં ઢાળજો.’

આ વીડિયો પણ જુઓ: સીમા પરથી બંને દેશોની સેનાઓ એકસાથે હટાવવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન