J&K: Army rejects Shehla Rashid's allegations on situation in Kashmir
  • Home
  • Featured
  • કાશ્મીરને લઇ ભડકાઉ ટ્વીટ કરનાર શહલા રાશિદ કોણ? સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

કાશ્મીરને લઇ ભડકાઉ ટ્વીટ કરનાર શહલા રાશિદ કોણ? સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

 | 12:21 pm IST

જેએનયુની વિદ્યાર્થીની અને પૂર્વ છાત્ર સંઘ લીડર શહલા રાશિદ એ કાશ્મીર પર કરેલી ટ્વીટ બાદ સતત ઘેરાતી દેખાય રહી છે. શહલા એ કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનો દાવો કરતાં રવિવારના રોજ કેટલીય ટ્વીટ કરી હતી. હવે તેની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે જુઠ્ઠાણું ફેલાવાનો અને ગુમરાહ કરવાનો આરોપ મૂકતા ગુનાહિત ફરિયાદ નોંધાવી છે. અરજીકર્તાએ વિદ્યાર્થીની નેતાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી. ટ્વીટર પર પણ શહલા રાશિદ આજે ટ્રેન્ડ કરી રહી છે. સેના એ શહલાના આરોપોને નકારતા કહ્યું કે આ તથ્યહીન આરોપ છે.

શહલા રાશિદ ખુદ પણ કાશ્મીરી છે અને મૂળ શ્રીનગરની રહેવાસી છે. કલમ 370 હટાવ્યા બાદથી જ તેઓ સતત ટ્વિટર પર સરકારની વિરૂદ્ધ સક્રિય છે. રવિવારના રોજ શહલા એ એક પછી એક કેટલીય ટ્વીટ કરી દાવો કર્યો કે કાશ્મીરમાં સ્થિતિ ચિંતાજનક છે. સેના અને પોલીસના લોકો સામાન્ય નાગરિકોના ઘરમાં ઘૂસી રહ્યા છે અને તેમને હેરાન કરી રહ્યા છે. તેણે શોપિયાંમાં સુરક્ષાબળો દ્વારા કેટલાંક લોકોની જબરદસ્તી ધરપકડ કરવાની અને ટોર્ચર કર્યાનો આરોપ મૂકયો.

SCમાં ગુનાહિત ફરિયાદ, ધરપકડની કરાઇ માંગણી

હવે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે અરજી દાખલ કરી શહલાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી છે. અરજીકર્તાનું કહેવું છે કે રાશિદ કાશ્મીરની સ્થિતિને લઇ જુઠ્ઠાણું ફેલાવી રહી છે. તેઓ નફરત ફેલાવાનું કામ કરી રહ્યા છે અને તેમની ધરપકડ થવી જોઇએ. પોતાના સમર્થનમાં થતી ટ્વીટને શહલા સતત રીટ્વીટ પણ કરી રહી છે.

સેના એ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

સુરક્ષાબળો પર મૂકાયેલા આરોપોની સાથે જ કાશ્મીરની સ્થિતિને લઇ તેના ટ્વીટ પર સેનાની તરફથી પ્રતિક્રિયા અપાઈ. સેના એ વિદ્યાર્થીની નેતાના આરોપોને નકારી દેતા કહ્યું કે આ ખોટા અને પાયાવિહોણા દાવા છે, જેમાં કોઇ સચ્ચાઇ નથી. આપને જણાવી દઇએ કે સૈન્ય બળો અને મેનેજમેન્ટનું કહેવું છે કે કાશ્મીરમાં સ્થિતિ સંપૂર્ણરીતે શાંતિપૂર્ણ અને નિયંત્રણ છે. શ્રીનગરમાં આજથી શાળાઓ પણ ખુલી ગઇ છે અને કેટલીય સરકારી ઓફિસોમાં કામકાજ શરૂ થઇ રહ્યા છે.

શહલાએ આજે પણ ભાજપ પર નિશાન સાંધ્યું

શહલા રાશિદ સતત ટ્વીટર પર સક્રિય છે. તેણે રવિવારના રોજ કેટલીય ટ્વીટ કરી અને દાવો કર્યો કે કાશ્મીરમાં સુરક્ષાબળોના જવાન સ્થાનિક નાગરિકોને જબરદસ્તી નિશાન બનાવી રહ્યા છે. તેમને કોઇપણ કારણ વગર ડિટેન કરાઇ રહ્યા છે. આજે પણ તેણે ભાજપના વિરૂદ્ધ કેટલીય ટ્વીટ કરી.

આ વીડિયો પણ જુઓ – પાકિસ્તાનના કરાંચીના બે યુગલના રાજકોટમાં લગ્ન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન