J&K Former CM Mehbooba Mufti Targetted Air India Advisory Of Saying Jai Hind
  • Home
  • India
  • એર ઈન્ડિયાના ‘જય હિંદ’ બોલવાના આદેશ પર મેહબુબા મુફ્તિના પેટમાં તેલ રેડાયું

એર ઈન્ડિયાના ‘જય હિંદ’ બોલવાના આદેશ પર મેહબુબા મુફ્તિના પેટમાં તેલ રેડાયું

 | 12:45 pm IST

જમ્મૂ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની અધ્યક્ષ મેહબૂબા મુફ્તિએ એર ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પર ટોણો માર્યો છે. એર ઈન્ડિયા દ્વારા ક્રુ મેમ્બર્સે હવે દરેક વિમનના એનાઉન્સમેન્ટના અંતે પુરા જોશ સાથે ‘જય હિંદ’ બોલવાની એડવાઈઝરી જાહેર કરી છે. જેની મેહબુબાએ ટ્વિટ કરી ટીકા કરી હતી.

એર ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ આજે સવારે મેહબુબાએ ટ્વિટ કરીને લખ્યું કે – ‘આશ્ચર્ય છે કે, જ્યારે લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે દેશભક્તિના જોશે આકાશને પણ ના છોડ્યું.’ મેહબુબાએ આ ટ્વિટ એર ઈન્ડિયાની એ એડવાઈઝરી પર કર્યું છે જેને સોમવારે તેના ડાયરેક્ટર અમિતાભ સિંહે બહાર પાડી છે.

સોમવારે જાહેર કરવામાં આવી હતી એડવાઈઝરી

નવી એડવાઈઝરી અનુંસાર એર ઈન્ડિયાના ક્રુ મેમ્બર્સને હવે દરેક વિમાનના એનાઉન્સમેન્ટ બાદ જોશ ભેર ‘જય હિંદ’ બોલવાનું રહેશે. ઉલ્લેખનીય છેકે એર ઈન્ડિયાના વર્તમાન ચેરમેન અને એમડી અશ્ચિની લોહાનીએ 2016માં પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન પણ તમામ પાયલટોને આ એડવાઈઝરી આપી હતી.

મે 2016માં પણ મોકલવામાં આવ્યો હતો પત્ર

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વર્તમાન એડવાઈઝરી દેશના વાતાવરણને ધ્યાનમાં રાખીને સ્ટાફ માટે આપવામાં આવેલુ એક રિમાઈન્ડર છે. લોહાનએ મે 2016માં પોતાના સ્ટાફને એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વિમાનના કેપ્ટને આખી યાત્રા દરમિયાન પોતાના મુસાફરો સાથે જોડાયેલુ રહેવું જોઈએ. યાત્રાના પ્રારંભે કરવામાં આવતા એનાઉન્સમેન્ટના અંતે જય હિંદ બોલવાથી ખુબ જ સારો પ્રભાવ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન