J&K Governor Satyapal Malik Talking About Rahul Gandhi
  • Home
  • Featured
  • રાહુલ ગાંધીને જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલે બરાબરનાં ઠબકાર્યા, ‘બાળક’ ગણાવતા કહ્યું કે…

રાહુલ ગાંધીને જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલે બરાબરનાં ઠબકાર્યા, ‘બાળક’ ગણાવતા કહ્યું કે…

 | 9:57 pm IST

કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના નિવેદનને લઇને ઘેરાતા નજર આવી રહ્યા છે. હવે જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. સત્યપાલ મલિકે કહ્યું કે રાહુલ ગાંધીએ બાળકો જેવું નિવેદન આપ્યું છે. રાજનીતિનાં રૂપે રાહુલ ગાંધી હજુ બાળક છે.

સાથે જ તેમણે કહ્યું કે, “કૉંગ્રેસે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીર પર પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું.” તેમણે કહ્યું કે, “જ્યારે ચૂંટણી આવશે ત્યારે કલમ 370નાં સપોર્ટર્સને લોકો ચપ્પલ મારશે.”

રાજ્યપાલે કહ્યું કે, “રાહુલ ગાંધી એક પરિપક્વ નેતાની માફક વ્યવહાર નથી કરી રહ્યા. હું બસ એટલું કહેવા ઇચ્છુ છું કે જ્યારે તેમના નેતા સંસદમાં કાશ્મીરનાં મુદ્દાને આંતરરાષ્ટ્રિય મુદ્દો ગણાવી રહ્યા હતા, ત્યારે રાહુલ ગાંધીએ એક જવાબદાર નેતાની માફક તેમને રોકવા જોઇતા હતા અને ખુદ ઉભા થઇને બોલવું જોઇતુ હતુ કે કાશ્મીર પર કૉંગ્રેસનું એ જ વલણ છે જે દેશનું છે, પરંતુ તેઓ આવુ ના કરી શક્યા.”

જણાવી દઇએ કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોનાં ઉલ્લંઘનનો આરોપ લગાવતા ભારતની સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં પાકિસ્તાને રાહુલ ગાંધીનાં નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. આ કારણે રાહુલ ગાંધી પર ચારેકોરથી પ્રહાર થઇ રહ્યા છે. વિવાદ વધતા રાહુલ ગાંધીએ બુધવારનાં ટ્વિટ કરીને લખ્યું કે, ‘જમ્મુ-કાશ્મીર પર જે નિર્ણય છે તે ભારતનો આંતરિક મુદ્દો છે અને પાકિસ્તાન અથવા કોઇ અન્ય દેશે આમાં દખલ ના કરવી જોઇએ.’ રાહુલે લખ્યું કે, ‘કાશ્મીરમાં જે હિંસા થઇ રહી છે તે પાકિસ્તાનનાં કારણે થઇ રહી છે.’

આ વિડીયો પણ જુઓ: રાજ્યમાં બે વર્ષ સુધી નહીં સર્જાય પાણીની તંગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન