J&K Governor Satyapal Malik Talking About Mehbooba Mufti
  • Home
  • Featured
  • મહબૂબા મુફ્તીને જેલમાં રાખવા પર J&Kનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે આપ્યું મોટું નિવેદન

મહબૂબા મુફ્તીને જેલમાં રાખવા પર J&Kનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે આપ્યું મોટું નિવેદન

 | 6:34 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને રાજ્યનું પુન:ગઠન કરવામાં આવ્યા બાદથી જ આના પર વિવાદ ચાલુ છે. વિપક્ષનાં નેતા આરોપ લગાવી રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરનાં લોકો અને નેતાઓની સાથે જબરદસ્તી થઈ રહી છે. આ મામલે રાજ્યનાં ગવર્નર સત્યપાલ મલિકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “તેમને ફક્ત થોડાક દિવસ માટે જ રાખવામાં આવ્યા છે, જેથી ખીણમાં જનતાનાં મનમાં ઝેર ના ફેલાવી શકે.”

સત્યપાલ મલિકે કહ્યું કે, “મેહબૂબા જીએ કેટલી હિંસાની વાત ફેલાવી હતી. તેમણે કહ્યું હતુ કે કંઇક એવુ થશે તો હાથ કાપી દેવામાં આવશે. અમને કોઈને એક દિવસ માટે જેલમાં રાખવાનો શોખ નથી. અમે બસ ઇચ્છીએ છીએ કે કોઇપણ રીતે સ્થિતિ સ્થિર થઇ જાય. જેવી સ્થિતિ સ્થિર થશે અને અમને લાગશે કે બધું કંટ્રોલમાં છે તો અમે મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસ પણ ચાલુ કરીશું.”

પાકિસ્તાનને સત્યપાલ મલિકે જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, “આ બે મહિના પહેલાનું હિંદુસ્તાન નથી, આ બદલાયેલું હિંદુસ્તાન છે. જો બૉર્ડર પર પાકિસ્તાન કોઈપણ અળવીતરાઈ કરે છે તો તેની સજા તેને મળશે અને તેઓ ક્યારેય માથું ઊંચુ કરીને નહીં રહી શકે.” સત્યપાલ મલિકનો આ જવાબ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી માટે હતો, જેમણે કહ્યું હતુ કે કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ નથી.

આ વિડીયો પણ જુઓ: આર્મી ચીફ બિપીન રાવતનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન