J&K : Prominent Writer Educationist Rita Jatinder Died During Live Tv Show
  • Home
  • India
  • દૂરદર્શનના લાઈવ શો માં જ જાણીતા લેખિકા ઢળી પડ્યાં અને…

દૂરદર્શનના લાઈવ શો માં જ જાણીતા લેખિકા ઢળી પડ્યાં અને…

 | 10:42 am IST

દૂરદર્શનના લાઈવ ટીવી શો દરમિયાન જ જણીતા લેખિકા અને શિક્ષાના વિદ્વાન રીતા જીતેંદરનું નિધન થઈ ગયું હતું. રીતા ટીવીના લાઈવ શોમાં પોતાની જીવનની સફર વિષે વાતચીત કરી રહ્યાં હતાં.

રીતાના આમ અચાનક નિધનથી તેમના પરિજનો, મિત્રો અને ચાહકો શોકમાં ગરકાવ છે. રીતા જમ્મૂ-કાશ્મીરમાં ગઈ કાલે સોમવારે દૂરદર્શનના શોના લાઈવ ટેલિકાસ્ટમાં મહેમાન તરીકે શામેલ થયાં હતાં.

‘ગુડ મોર્નિંગ જમ્મૂ એંડ કાશ્મીર’ નામના શોનું પ્રસારણ થઈ રહ્યું હતું. શો દરમિયાન શિક્ષણવિદ અને લેખીકા રીતા જતિંદર પોતના જીવન અને સફળતાઓના જવાબ આપી રહ્યાં હતાં. તે દરમિયન જ અચાનક તેમનો અવાજ રૂંધાવવા લાગ્યો અને તેઓ બેભાન થઈ ગયા. શોના બંને હોસ્ટ અને દર્શક આ દ્રશ્ય જોઈ હેરાન રહી ગયાં.

તેઓ પોતાની ખુરસી પર જ પાછળના ભાગે નમી ગયા અને જોર જોરથી શ્વાસ લેવા લાગ્યા. શો ને તુરંત જ અટકાવી દેવામાં આવ્યો અને રીતા જતિંદરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં તબિબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઘટના સમયે શોના નિર્માતાઓ પણ શોકમાં ડુબી પડ્યાં હતાં અને ફરીથી શો શરૂ કરવામાં પણ મુશ્કેલી થઈ હતી.