જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી હુમલો, 4 જવાન શહીદ, ઈન્ટરનેટ સેવા બંધ

જમ્મુ કાશ્મીરની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. જ્યાં શોપિયાં જિલ્લાના અરહામાં ગામમાં બુધવારે પોલીસ ટીમ પર આતંકવાદી હુમલોમાં 4 પોલીસ જવાન શહીદ થયા છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, આતંકીઓ સુરક્ષા જવાનો હથિયાર લઇને ભાગી છૂટ્યા છે. હાલમાં ઘણાં વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર પોલીસે હુમલાની માહિતી આપતાં જણાવ્યું કે, આતંકીઓ તરફથી સુરક્ષા જવાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 4 જવાન ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામ જવાનોએ છેલ્લો શ્વાસ લીધો છે.
There was specific information on which the operation was launched. Army, CRPF & J&K police coordinated the operation. 2 Hizbul Mujahideen terrorists were eliminated. Forces have done it without any collateral damage: IGP Kashmir, SP Pani, on Anantnag encounter. #JammuAndKashmir pic.twitter.com/EAw6cZ1sgR
— ANI (@ANI) August 29, 2018
અત્રે નોંધનીય છે કે, પોલીસ વાહનને રિપેર કરવાં માટે એસ્કોર્ટ ટીમ પહોંચી હતી. જેના પર ગોળીબાર થયો છે. આ પહેલાં અનંતનાગમાં હિજ્બુલના બે મુખ્ય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. અનંતનાગમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. આ અથડામણ અનંતનાગના મુનવાર્ડ વિસ્તારમાં થઈ. સુરક્ષાદળોનું માનવું છે કે વિસ્તારમાં લગભગ 2 આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે.
Four policemen have lost their lives after being attacked by terrorists in Shopian's Arahama; #Visuals from the hospital. #JammuAndKashmir pic.twitter.com/ORF0IXlKYV
— ANI (@ANI) August 29, 2018
આતંકીઓ વિરુદ્ધ આ અથડામણમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના તથા સીઆરપીએફના જવાનો સામેલ હતાં. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યાં છે.
#JammuAndKashmir: An encounter is underway in Anantnag's Munward. 1-2 terrorists are believed to be trapped. Police, Army and CRPF are carrying out operations. Mobile internet services have been suspended in the district. (Visuals deferred by unspecified time) pic.twitter.com/8JWq59ZHvT
— ANI (@ANI) August 29, 2018