Gujarat Highcourt: Job can not be fired on FIR basis
  • Home
  • Ahmedabad
  • ગુજરાતનાં કર્મચારીઓ માટે રાહતરૂપ સમાચાર, હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતનાં કર્મચારીઓ માટે રાહતરૂપ સમાચાર, હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

 | 3:52 pm IST

રાજ્ય સરકારને ઝટકા સમાન ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો છે. ફિક્સ પે પર કોન્ટ્રાક્ટ અપોઈન્ટમેન્ટ લીધેલા હજારો વ્યક્તિઓને અસર કરતો આ નિર્ણય છે. ફિક્સ પે કોન્ટ્રાક્ટ જોબ પર લેવાયેલા વ્યક્તિઓને પણ રેગ્યુલર અપોઈન્ટમેન્ટ વાળા વ્યક્તિઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે તેવું હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે. કરાર આધારિત કર્મચારીને પણ ગેરવર્તુણૂંકના આરોપ પર ખાતાકીય તપાસ વગર નોકરીમાંથી દૂર કરી શકાય નહીં. નિયમિત નિમણૂંક પામેલા કર્મચારી સામે જે રીતે પગલાં લેવાય એવા જ પગલા કરાર આધારિત કર્મચારીઓને પણ લાગુ પડે.

કરાર આધારિત નોકરી પર લીધેલા વ્યક્તિને પણ misconduct ના આરોપ પર ખાતાકીય તપાસ વગર નોકરીમાંથી દૂર કરી શકાય નહીં તેવો નિર્ણય ગુજરાત હાઇકોર્ટે સંભળાવ્યો છે. નિયમિત નિમણૂક કરનાર વ્યક્તિ સામે જે રીતે પગલાં લેવાય તેવા જ પગલા ફિક્સ પે વાળા કર્મચારીઓને પણ લાગુ પડે તેવું હાઇકોર્ટે જણાવ્યું છે. માત્ર એફ.આઇ.આર ના આધાર પર કોઈપણ ખાતાકીય તપાસ પૂર્ણ કર્યા વગર વ્યક્તિને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં.

ગુજરાત હાઇકોર્ટનાં આ હુકમથી હજારો લોકોને કાયદાનું એક સમાન રક્ષણ મળી રહેશે.

આ પણ જુઓ: એક પત્નીએ પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન